રવિવાર, જુલાઈ 27, 2008

જોવું જોઈએ! ....ચીનુ મોદી

શ્રી ચીનુ મોદી - ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર મૂકી આપનાર નામ. આજે પણ નિયમિતતાથી શનિ સભામાં આવે...શનિ સભાનો નિયમ એ કે તમારી નવી રચના જ રજૂ કરવાની...બાકીના કવિઓ પાસે નવું કાવ્ય હોય કે નહિં, ચીનુકાકા પાસે તો હોય હોય ને હોય જ! સાતત્યએ શું એ નવા કવિઓને શીખવાડવા માટેનો જ જાણે કિમિયો..પોતે ગુજરાતી સાહિત્ય માટે આટલું કર્યું હોવાનો કોઈ છોછ રાખ્યા વગર..કોઈ ભાર રાખ્યા વગર એકદમ સરળતાથી સહજતાથી કોઈ પણ નવા અવાજને સાંભળવા અને આવકરવા હંમેશા તત્પર..ગઝલમાં એ જે નવો મિજાજ લાવ્યા છે એની એક ઝાંખી કરીએ....

ઝેર જાણી ચાખી જોવું જોઈએ.
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.

તું નથી એવા સમયના સ્થળ વીશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.

ચડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.

ઠાઠ ભભકા એ જ છે ' ઈર્શાદ'ના
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત7/28/2008 12:57 AM

    સરસ ગઝલ...

    બીજા શેરમાં રદીફ તૂટે છે... 'લેવું' ની જગ્યાએ કદાચ 'જોવું' હશે...!!

    -ઊર્મિ

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત7/28/2008 11:45 AM

    ટાઈપિંગની જ ભૂલ લાગે છે, ઊર્મિ !


    ઘર બળે તો તાપી જોવું જોઈએ
    - ખૂબ જાણીતી પંક્તિ.. ચિનુ મોદીનો મિજાજ સુપેરે વ્યક્ત કરે છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. બિલકુલ બરાબર...પ્રૂફ રીડિંગમાં કચાશ, બીજું શું?

    સુધારી લીધું છે..આમ ધ્યાન દોરતા રહેજો...

    જવાબ આપોકાઢી નાખો