લેબલ દિલીપ રાવળ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ દિલીપ રાવળ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, સપ્ટેમ્બર 04, 2008

મુંબઈની છોકરીનું ગીત - દિલીપ રાવળ

દિલીપ રાવલ - નાટક, એકાંકી, સિરિયલ, કથા-પટકથા-સંવાદ - આટલા બધા ક્ષેત્રે કાર્યરત છે. મુંબઈમાં રહે અને મુંબઈની છોકરીની એક રમતિયાળ રચના આપે છે.સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી
શોધો કોઈ ક્રેઝી દરિયો ગાંડી થઈ છે નદી


દરિયાને મેં કાર્ડસ મોકલ્યા ફોન કેટલા કિધા
સપનામાં તો કોકટેલ કંઈ I SWEAR મેં પીધા
તને પ્રપોઝલ મોકલવામાં વીતી વીસમી સદી
સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી


તને નરી ખારાશના સમ છે મૂક હવે તો માઝા
ડેટિંગ ડેટિંગ રમવા કેરા મને ઓરતા ઝાઝા
એવરી ડેના મળો તો કંઈ નહીં મળજો કદી કદી
સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી