લેબલ મધુમતી મહેતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મધુમતી મહેતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, સપ્ટેમ્બર 22, 2008

ગઝલ - મધુમતી મહેતા

શ્રી અશરફ ડબાવાલાની ગઝલની જેઓ પ્રેરણા છે, અને પોતે ખૂબ સુંદર ગઝલો લખે છે એવા શ્રી મધુમતી મહેતાની એક ગઝલ.પગ પગથિયાં દાદરા જાણી લીધા,
થોભવાના કાયદા જાણી લીધા.

એ રહે અકબંધ કે તૂટે ભલે,
મેં જગતના આયના જાણી લીધા.

ફૂલ ખૂશ્બૂ સાચવી બેસી જશે,
જો ભ્રમરના વાયદા જાણી લીધા.

પાંદડા ગણવા વિશેની ઘેલછા,
છોડી તો મેં છાંયડા જાણી લીધા.

બંધ ઘરને દઇ ટકોરો એમણે,
ભીંત ભોંગળ બારણાં જાણી લીધા.

હું તબીબોથી હણાયો એટલો,
મેં મરણના ફાયદા જાણી લીધા.

બેસશું વાળી પલાંઠી આંગણે,
કુંભમેળા ડાયરા જાણી લીધા.

સર્વ આકારો તજીને છેવટે,
તાપ ભઠ્ઠી ચાકડા જાણી લીધા.