લેબલ સરૂપ ધ્રુવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સરૂપ ધ્રુવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, ઑગસ્ટ 08, 2008

લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ

પોતાની તેજાબી કલમ માટે જાણીતા કવિયત્રી શ્રી સરૂપ ધ્રુવની એક ગઝલ,


સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે? આ શાનો ધખારો?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં? ફરી શો તમાશો?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે! પીગળી ક્યાં બરફની વખારો?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી...
અહીં ગોઠવી'તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો! લો, ઉઠાવો આ લંગર ગઝલનું,
અંજળ ઊઠ્યાં છે, રુઠ્યો છે કિનારો!

[નવનીત સમર્પણ, માર્ચ, '85માંથી સાભાર]