લેબલ નિનાદ અધ્યારુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નિનાદ અધ્યારુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, સપ્ટેમ્બર 14, 2008

આપણે ફીદા થવાનું....નિનાદ અધ્યારુ

નિનાદ અધ્યારુની એક ગઝલ - મત્લા જ ગઝલને ટોચ પર લઈ જાય છે પ્રેમમાં ખુદા થવાની વાત કરીને. મક્તામાં પરદાનો કાફિયા પણ શેરની શેરિયતને જુદી જ કક્ષાએ મૂકે છે..

એક બુદબુદા થવાનું હોય છે,
પ્રેમમાં ખુદા થવાનું હોય છે.

ગમવું કે ન ગમવું એના હાથમાં,
આપણે ફીદા થવાનું હોય છે.

મન ભરીને તું મળી લેજે એને,
આખરે જુદા થવાનું હોય છે.

એ જ વખતે આંસુઓ આવે નહીં,
જ્યારે અલવિદા થવાનું હોય છે.

આપણે દેખાવ કરવાનો 'નિનાદ'
આપણે પરદા થવાનું હોય છે.