લેબલ એષા દાદાવાળા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ એષા દાદાવાળા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, સપ્ટેમ્બર 25, 2008

ગર્ભપાત....! - એષા દાદાવાળા

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો,
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો...!
માનાં પેટમાં બચ્ચું આકાર લે
બસ એમ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં...
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં....!
ત્યાં અચાનક
પોપચાં ફડક્યાં,
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ લાલ થઇ ગયો.
આંખો ખુલી ગઇ
અને
ફરી એકવાર
કસમયે
ગર્ભપાત થઇ ગયો એક સપનાંનો...!