લેબલ ગૌરાંગ ઠાકર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગૌરાંગ ઠાકર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, સપ્ટેમ્બર 29, 2008

ગઝલ- ગૌરાંગ ઠાકર

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલીને હવે છત્રી ધરો નહીં.

કોરું કપાળ લઈ પૂછે વિધવા થયેલ સાંજ,
અવસાન સૂર્યનું ને કશે ખરખરો નહીં.

એવું બને કે હું પછી ઊંચે ઊડ્યા કરું,
પાંખોમાં મારી એટલા પીંછા ભરો નહીં.

ક્યારેક ભયજનક વહે અહીંયા તરસના પૂર,
મૃગજળ કિનારે વ્હાલ તમે લાંગરો નહીં.

હું મ્હેક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મૂળથી મને અળગો કરો નહીં.