લેબલ આશા પુરોહિત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આશા પુરોહિત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, ઑક્ટોબર 10, 2008

ગઝલ - આશા પુરોહિત

આ ગઝલમાં સરળ શબ્દો દ્વારા કોઈનાથી છૂટા પડ્યાની વેદના, કોઈના ચાલ્યા જવાનો અફસોસ બહુ વેધક રીતે વ્યક્ત થયો છે.


તું ગઈ, ને, એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું, ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.