મુંબઈના મરહૂમ કવિ શ્રી કૈલાસ પંડિત - જેમની ઘણી ગઝલોને મનહર ઉધાસનો કંઠ પણ સાંપડયો છે એમની એક ગઝલ....કેટલી સહજતાથી માનવ સ્વભાવની વાત માંડે છે, અને અચાનક ત્યાંથી ગામના પાદર તરફ લઈ જાય છે..છેલ્લો શેર તો ગઝલનો શિરમોર સમો.
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
કહેવાતી 'હા'થી નીકળે 'ના'નોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.
કેડી હતી ત્યાં ઘાસને, ઉગ્યા છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.
ભીનાશ કોરી ખૂંપશે, પાનીમાં કોકદી,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
kailas pandit ni darek gazal kaik ne kaik saralshaili ma pan chotdar vat raju karti hoy chhe.
જવાબ આપોકાઢી નાખોaa gazal ni jem j !
મને બહુ જ ગમતા કવી.
જવાબ આપોકાઢી નાખોતેમના પરીચયની વીગત મને મેળવી આપશો તો આભારી થઈશ.
વાહ... સુંદર ગઝલ!
જવાબ આપોકાઢી નાખોકહેવાતી 'હા'થી નીકળે 'ના'નોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.
સુંદર અને સત્ય વાત કરી!
છેલ્લા શેરમાં કદાચ છંદ તૂટે છે... :-?
કૈલાશ પંડીત ની અનેક સુંદર ગઝલો અને ગીતો સાંભળ્યા પછી એમના વીશે જાણવાની ઈચ્છા થાય છે.મનહર ઉધાસ ,પંકજ ઉઘાસ ,પુરષોત્તમ ઉપાધ્યાય અને અનેક જાણીતા ગાયોકો એ એમનો કલામ ગાયો છે.કયા ગુજરાતી ને “સાયબો મારો ગુલાબ નો છોડ” અને “દીકરો મારો લાડ્કવાયો” નહી ખબર હોય?પણ કોઇ પણ વેબ-સાઈટ પર એમના વિશે કાંઈ લખાયુ નથી.વેબ- સાઈટ ના સ્ંચાલકો એ એમની
જવાબ આપોકાઢી નાખોસુંદર ગઝલો ના વર્ણન માં બે સારા શબ્દોય નથી લખ્યા અને બીજા શાયરો ને પેટ ભરીને વખણ્યા છે.
આ મહાન શાયર ની ઘણી અવગણના અને પક્શપાત થયો હોય એવુ લાગે છે.માફ કરજો કાંઇનુ દીલ દુભાયુ હોય તો !
ભાઈશ્રી જયને વીનંતિ કે, સ્વ. શ્રી. કૈલાસ પંડિતનો પરિચય મેળવી આપે. ઘણા વખતથી હું સારસ્વત પરિચય માટે તે શોધી રહ્યો છું.
જવાબ આપોકાઢી નાખોએટલી જ ખબર છે કે, તે સાવ સામાન્ય માણસ હતા અને મુંબાઈની કોઈક ચાલીમાં રહેતા હતા. અને કદર વિના દરિદ્રતામાં વિદાય થયા.
એમના ગીતો ગાઈને કેટલાય સંગીતકારોનાં ખીસ્સાં ગરમ થયાં હશે !
સુરેશભાઈ તમને જોઇ આનંદ થયો. ચલો મારા સીવાય પણ કોઇ છે જેને કૈલાશ પંડિત વિશે જાણવુ છે.પણ માફ કરજો સુરેશભાઇ હું કૈલાશ પંડિત નો બહુ મોટો ચાહક છું છતાય મને એમના જીવન વિશે કોઇ જાણકારી નથી.પણ દિલથી એક વાત કહું તમને,અમુક શાયરો આખી જિંદગી પુજાય છે તો અમુક મર્યા બાદ. પણ કેટલા કમભાગી હશે કૈલાશ પંડિત કે ગુજરાતી સાહિત્ય ને આટલા કિમતી રત્નો આપ્યા પછી પણ એમને આજેય કોઇ પૂછતુ નથી.મે ઘણી વાર જોયુ છે કે ગુજરાતી સાહિત્યની વેબ સાઈટ ચલાવનારાઓ એમના ગીતો અને ગઝલો તો મુકી દે છે પણ એના વર્ણનમાં બે સારા શબ્દોય લખતા નથી. (દા.ત.) ટહુકો.કોમ પર મુકાયેલી કોઇ પણ ગઝલ જુઓ, સંચાલક જયશ્રીએ ગઝલની શરુઆતમાં કઈક ગાયક વિશે લખ્યુ હશે કે સંગીતકાર વિશે. કદીય કૈલાશ પંડીત વિશે લખ્યુ નથી.જેમકે ટહુકો પર મુકાયેલી "ચમન તુજને સુમન"ની શરુઆત માં મનહર ઉધાસ ના વખાણ માં ઘણી લીટીઓ લખી છે પણ ગઝલના સર્જક કૈલાશજીનો કોઇ ઉલ્લેખ નથી અને લગભગ ગુજરાતી સાહિત્યની બધીજ વેબ સાઈટ પર આ જ હાલ છે.ભગવાન એમને સ્વર્ગમાં અનેક સુખ આપે .
જવાબ આપોકાઢી નાખોસુરેશભાઈ તમને જ્યારે પણ એમનો જીવન પરીચય મળે મને જણાવજો તમારો ખૂબ ખૂબ આભારી રહીશ.
જય શાહ
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી
જવાબ આપોકાઢી નાખોઆંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ
------------------
આ જ ભાવની ' વ્યથા' પરની ગઝલ શેખાદમ આબુવાલાની યાદ આવી ગઈ.
ધ્રૂજતા મારા અધર, શી કુશળતાથી કરું દિલથી સભર?
ક્યાંક ઊની આહ થઇ, હોઠે તું આવી જાય ના.
Pretty nice post. I just stumbled upon your blog and wanted to say that I have really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!
જવાબ આપોકાઢી નાખો