લેબલ પ્રીતમ લખલાણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રીતમ લખલાણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, સપ્ટેમ્બર 19, 2008

મજબૂરી - પ્રીતમ લખલાણી

ચોખા
અને મગના દાણાની
ચિંતામાં
બિચારાં
ચકો અને ચકી
એ પણ ભૂલી ગયાં
કે
બચ્ચાં
રામભરોસે
વીજળીના તારે
મોટાં થઈ રહ્યા છે !

*********************
ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે માટલાને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !