અમેરિકાસ્થિત શાયર સુધીર પટેલની એક ગઝલ - ઉપાડ બહુ સુંદર છે. સરળ શબ્દો અને શેર એની શેરિયતને સાચવીને જ્યારે છેલ્લા શબ્દોમાં ઉઘડે છે ત્યારે વાહ થઈ જવાય છે.
હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.
ના રહે અવકાશ કોઈ તર્કનો,
શુધ્ધ એવા તથ્યમાં મળજો મને.
સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને!
બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને.
કોઈ અંતિમનો નથી આગ્રહ 'સુધીર',
એ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!
કોઈ અંતિમનો નથી આગ્રહ 'સુધીર',
જવાબ આપોકાઢી નાખોએ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!
--------------
મધ્યમ માર્ગ - જે ખાસ વીષય તરીકે કોઈ લેતું નથી - તે પહેલી જ વાર મેં સ્પર્શાતો જોયો સામાન્ય રીત અંતીમ મીલનનો જ આગ્રહ હોય છે.
સચ્ચીદાનંદ સ્વામીને બતાવશો તો, પ્રસન્ન થઈ જશે.
સુંદર ગઝલ... મધ્યમાં મળજો મને... વાહ!
જવાબ આપોકાઢી નાખોnice one !
જવાબ આપોકાઢી નાખોcongratulations Sudhirbhai !
I read this Ghazal before.& I enjoyed onceagain. Thanks
જવાબ આપોકાઢી નાખોSudhirbhai..Nice Gazal ! Please do visit my Blog CHANDRAPUKAR at>>>>
જવાબ આપોકાઢી નાખોwww.chandrapukar.wordpress.com
Dr. Chandravadan Mistry
બસ મળો તો આપણા થૈને મળો,
જવાબ આપોકાઢી નાખોના કદી પણ અન્યમાં મળજો મને.
આ શેર ખુબ સરસ છે. કૃત્રિમતાને ત્યજી દિલથી એ જ લોકો મળી શકે જે પોતાના હોય.
વીજેશ શુકલ
Thank you, Gunjanbhai.
જવાબ આપોકાઢી નાખોMy friend Rakesh Thakkar brought this post to my attention recently.
Thank you all for your valuable comments too.
Sudhir Patel.