સોમવાર, સપ્ટેમ્બર 15, 2008

છે : દ્વાદશી - લાભશંકર ઠાકર

આજે લાઠા દાદાની કવિતાનું પાન કરીએ.

૧)
જોગમાયા બેઠી છે
દીવા જેવી
તગ તગ તાકતી
ચૂસીને
અંતઃસ્તલના અનુદેશનને

૨)
બાવાના બેય બગડ્યાં છે-
વસનઅને નિર્વસન.
ભખભખ ઊંઘતી ટ્રેનમાં
ધસમસતી અંતઃસ્ત્રોતાના
ઉત્તુંગ આવિર્ભાવમાં ખરડાયેલાં
નિર્વસનનેબાવો
ક્યાં ધોવે?

૩)
સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો ચાલે છે-
જળાશયની શોધમાં.

૪)
છે
બ્રહ્મચાટ ચટકાથી ચાટવાની
તલપ
નિશ્ચયના
જીભ વગરના મોં-ને.

૫)
છે
શ્રુતિઓના અનુશ્રુતિઓના
કડડભૂસ કાટમાળમાં
દટાઈ ગયેલા કાન?
પૂછ્યા કરે છે-
બહેરાશો ઊંચકીને
ઉત્કટ ભાન.

૬)
ચતુર્ભુજાના હાથ
ખરી પડ્યા છે-
સ્વપ્નના કૅન્વાસ પરથી.
જાગ્રુતિના હાથ બે
પોતાનીય બાથમાં
સમાવી શકતા નથી
છે તેને
અને નથી તેને.

૭)
છે હાથ અને હાથા
હથિયારો
બાથ
અને બાથંબાથા
અન્યના
મુકાબલામાં

૮)
છે પ્રથમ પુરુષ એકવચનની
અંગત ઓરડીમાં
અવાજ
પગ ડગ ભરતાનો
અલ્પમાં
અનલ્પના કલ્પમાં

૯)
છે ઘી
ઘી ચાટતી
પૃથક્કરણનું
દ્વૈત પરાયણ.

૧૦)
છે ધૃતિ
નિષ્પલક
ચિરહરણને ચૂપ તાકતી

૧૧)
છે સ્મૃતિ સ્મૃતિના
મનુસ્મૃતિ અનુસ્મૃતિના
ગંજ
કહોવાતા
હું-ના હાલકડોલક જહાજમાં.

૧૨)
છે
નિરાધરતામાં સતત ઊગતા
ઉપમાનો.
ઉપમેય નથી.

3 ટિપ્પણીઓ:

  1. દ્વાદશી માણતા તેમની જ રચના યાદ આવી
    ઢાંકી દઈએ છીએ ગમે તેટલું
    તોય
    એમ કંઈ મનનું પાત્ર ઢંકાતું નથી.
    એમાં
    જે
    છે
    તે
    છલકાયા વગર રહેતું નથી.
    તારો કોઈ ઈરાદો છે ?
    હા, મનના પાત્રને ઊંઘું વાળી દેવાનો.
    Pragnaju

    જવાબ આપોકાઢી નાખો
  2. વૈદરાજ - શબ્દની અનર્થકતા, અસ્તિત્વની વ્યથા અને વીરતિની અભિવ્યક્તિ અનેક કાવ્યોમાં. તેઓ વિડમ્બનાના સ્તરે કરે છે. તેમણે ‘એબ્સર્ડ’ શૈલીના કાવ્યો લખ્યા-તેમાં ભાષાનો શબ્દ અપૂરતો લાગતા !
    મુશાયરામાં તાળીઓ ન પડવી શકતું
    પણ સા ચું કાવ્ય.
    વાચકની ક્ષમતા પ્રમાણેનાં અર્થ લે.
    પ્રજ્ઞાજુ

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત9/17/2008 12:19 PM

    સાચી વાત, પ્રજ્ઞાબેન...

    જવાબ આપોકાઢી નાખો