રવિવાર, સપ્ટેમ્બર 14, 2008

આપણે ફીદા થવાનું....નિનાદ અધ્યારુ

નિનાદ અધ્યારુની એક ગઝલ - મત્લા જ ગઝલને ટોચ પર લઈ જાય છે પ્રેમમાં ખુદા થવાની વાત કરીને. મક્તામાં પરદાનો કાફિયા પણ શેરની શેરિયતને જુદી જ કક્ષાએ મૂકે છે..

એક બુદબુદા થવાનું હોય છે,
પ્રેમમાં ખુદા થવાનું હોય છે.

ગમવું કે ન ગમવું એના હાથમાં,
આપણે ફીદા થવાનું હોય છે.

મન ભરીને તું મળી લેજે એને,
આખરે જુદા થવાનું હોય છે.

એ જ વખતે આંસુઓ આવે નહીં,
જ્યારે અલવિદા થવાનું હોય છે.

આપણે દેખાવ કરવાનો 'નિનાદ'
આપણે પરદા થવાનું હોય છે.

9 ટિપ્પણીઓ:

 1. બહુજ સરસ,સાંગોપાંગ સુંદર!
  નિનાદ,નાદ,મધુર, સુમધુર!

  જવાબ આપોકાઢી નાખો
 2. મન ભરીને તું મળી લેજે એને,
  આખરે જુદા થવાનું હોય છે.
  wow! I like this she'r.

  જવાબ આપોકાઢી નાખો
 3. અજ્ઞાત9/15/2008 5:23 AM

  Very nice gazal.
  sudhir patel

  જવાબ આપોકાઢી નાખો
 4. આપણે દેખાવ કરવાનો 'નિનાદ'
  આપણે પરદા થવાનું હોય છે.
  સચોટ સરસ
  સાધુ-અસાધુની ઓળખના, યથાર્થ અને પ્રમાણિત માપદંડોની વાત કરી, દંભ, દેખાવ અને આબાદીના ચક્રમાં ફસાઈ ન જવાય તે માટેની વિવેકદૃષ્ટિ કેળવવાની સમજણ આપે છે.
  Pragnaju

  જવાબ આપોકાઢી નાખો
 5. પ્રિય ગુંજનભાઈ,


  ગઝલના આખરી શેરને મત્લા નહીં, મક્તા કહે છે (જો એમાં કવિ પોતાનું નામ કે ઉપનામ વાપરે તો!). આપે બબ્બે કાફિયા નિભાવ્યા હોવાની વાત કરી છે. એ સમજાયું નહીં. અહીં એક જ કાફિયો નજરે ચડે છે. મત્લા સિવાયના શેરમાં આપણે, આખરે એમ 'એ'કારાંત કાફિયા નજરે ચડે છે પણ એ મત્લાના શેરમાં ગેરહાજર હોવાથી આ ગઝલને બે કાફિયાની ગઝલ ગણી ન શકાય.

  બે કાફિયાની બે ગઝલ આપ અહીં જોઈ શક્શો:


  http://vmtailor.com/archives/65

  http://vmtailor.com/archives/75

  એક બીજી વાત પણ કરી લઉં. આ ગઝલના મત્લાના શેરમાં બુદબુદા અને ખુદા એ પ્રમાણે કાફિયા લેવાયા હોવાથી આગળ જતાં વાપરેલા ફીદા, અલવિદા અને પરદા કાફિયા કાફિયા દોષ ગણી શકાય...

  આશા રાખું કે આ ચર્ચાને આપ તંદુરસ્ત ચર્ચા ગણશો...

  જવાબ આપોકાઢી નાખો
 6. Dear Vivek - matla in place of makta, was a typo. You could see at other places in my blog to check my understanding of makta and matla.

  And yes - it is not 2 kafiya but one kaifya gazal.

  Also I agree with kafiya dosh - as budbuda and khuda both has 'uda' in it.

  Never hesitate to hold back anything but write it..I am open to it and do not take it negatively.

  જવાબ આપોકાઢી નાખો
 7. Man,

  I know that and that only make me write so every now & then. You are quite promising & I am happy to see your work here & there these days.

  Ninad is also a good friend of mine. I hope he too won't mind this comment. This is an ongoing university where we all keep on learning.

  જવાબ આપોકાઢી નાખો
 8. અજ્ઞાત1/02/2010 10:04 PM

  It sounds like you're creating problems yourself by trying to solve this issue instead of looking at why their is a problem in the first place.

  rH3uYcBX

  જવાબ આપોકાઢી નાખો