બુધવાર, સપ્ટેમ્બર 10, 2008

ગઝલ - ગુંજન ગાંધી

ઘણા વખત પછી લખાયેલ મારી એક તાજી ગઝલ,

ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે?

આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે.

માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે.

ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે!

Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lampને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે.

10 ટિપ્પણીઓ:

 1. this is too good :)


  Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
  Lampને બદલે તું ઘરમાં ચાંદ પણ ટાંગી શકે.

  જવાબ આપોકાઢી નાખો
 2. ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
  એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે!
  સુંદર

  જવાબ આપોકાઢી નાખો
 3. nirlep bhatt9/13/2008 12:53 AM

  માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
  માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે.

  mane aa vaat vadhu gami...congrets, tamara blogs par j rachna hoy eni quality saras chhe.

  જવાબ આપોકાઢી નાખો
 4. nice gazal...

  Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
  Lampને બદલે તું ઘરમાં ચાંદ પણ ટાંગી શકે.

  nice sher....

  aakhi gazal j jo GUJALISH hoi to vadhare maja aave ho !! :-)

  જવાબ આપોકાઢી નાખો
 5. btw.... Hardik Abhinandan!!

  Congratulations and best wishes for this new home... Gunjarav is very appropriate name for it !

  Keep up the good work!!

  જવાબ આપોકાઢી નાખો
 6. માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
  માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે
  જરુરી હોય તે બધું માપસરનું કરી અમાપ માગી લેનારા પરનો કટાક્ષ બહુ જ સરસ છે.

  જવાબ આપોકાઢી નાખો
 7. gunja bhai wonderful,

  after reading this i think i must definitely attend the kavi sammelan on 20th....

  જવાબ આપોકાઢી નાખો
 8. ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
  એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે!


  sarasa Gunjanabhai

  જવાબ આપોકાઢી નાખો
 9. amrut nishar2/17/2009 3:47 PM

  chhelo sher jamavat kare chhe.kharekhar khubaj sari gazal chhe.

  જવાબ આપોકાઢી નાખો