મંગળવાર, સપ્ટેમ્બર 09, 2008

ગઝલ - જવાહર બક્ષી

આજે શ્રી જવાહર બક્ષીની ગઝલ - એમને 'તું'ની બહુ તીવ્ર તલાશ છે.અને એ પણ વાતાવરણમાં મેઘધનુરૂપે કે પરપોટાની હવારૂપે કે ચૂપકીદીરૂપે નહિ એમને તો સામે જોવે એવા 'તું'ની તલાશ છે પછી ભલેને હવામાં રંગના ધાબાં પડે! એ તો એ પણ ભૂલી જશે કે એ શું વાત કરી રહ્યા છે....

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો'તો તને યાદ છે ? કહે

1 ટિપ્પણી:

 1. તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
  ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે
  તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
  બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે
  વાહ
  યાદ આવી
  તું આવજે
  આવજે …… તું આવજે !
  મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !
  તારી હૈયાની વેદના જણાવજે,
  છાની હૈયાની વેદના જણાવજે …..
  મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !
  Pragnajuvyas

  જવાબ આપોકાઢી નાખો