બુધવાર, ઑગસ્ટ 13, 2008

નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો - શેખાદમ આબુવાલા

શ્રી શેખાદમ આબુવાલાનું નામ સાંભળ્યું છે, અવાજ સાંભળ્યો છે? જો હા, તો એની યાદ તાજા કરો અને જો ના, તો એ કેવો હશે એવો પોતાની જાતને કોઈ વખત પૂછાઈ જતા પ્રશ્નનો ઉત્તર આપો.


તા.ક. : અને હા કોઈ વખત સૌમિલ મુનશી મળી જાય ને મૂડમાં હોય તો અદ્દલ શેખાદમની સ્ટાઈલમાં એમની ગઝલ સાંભળવી ભૂલશો નહિં.


નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો,
એ રીતે કંઈકવાર અકારણ ખુદા મળ્યો.

આ બે ઘડીને માટે જમાના વીતી ગયા,
લાખો યુગો વીત્યા પછી બે ક્ષણ ખુદા મળ્યો.

છે સર્વવ્યાપી એટલે એમાં નવું નથી,
મંદિરમાં ઝાંખી જોયું તો ત્યાં પણ ખુદા મળ્યો.

થાકીને બંદગીથી અમે કોશિશો કરી,
જ્યારે અમારું થઈ ગયુ તારણ, ખુદા મળ્યો.

એ છે, નથી, હશે અને ના હોઈ પણ શકે,
કરવા ગયો જ્યાં એનું નિવારણ ખુદા મળ્યો.

પયગંબરી નથી મળી તો પણ થઈ કમાલ,
ઊંચુ હશે અમારુંય ધોરણ, ખુદા મળ્યો.

આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.

[સાભાર - સર્જક અને શબ્દ સંપુટ 4]

નોંધ - શ્રી સુભાષ શાહે 'સર્જક અને શબ્દ' અભિયાન હેઠળ પાંચ સંપુટ આપ્યા છે - જે દરેક સંપુટમાં દસ ઓડિયો સીડી છે અને એક સંપુટની કિંમત 500 રુપિયા. એમનો સંપર્ક કરી શકાય - 9426080185. યુ.એસ.એ. કે ઓસ્ટ્રેલિયાની સંપર્ક માહિતિ અને દરેક સંપુટની વધારે વિગતો http://gujaratexclusive.com/contact.html

4 ટિપ્પણીઓ:

 1. તેમની જીવનઝાંખી વાંચો -
  http://sureshbjani.wordpress.com/2008/07/31/shekhadam_abuwala/

  જવાબ આપોકાઢી નાખો
 2. ઈશ્વર વીશે મારા વીચારો -
  ...શું આપણી ઈશ્વરની કલ્પના સાથે આ કુરુપતા સુસંગત છે? શું આપણો ઈશ્વર આવો?
  ક્યારે આપણે ખરા ઈશ્વરને જોતાં થઈશું? એ તો આપણી અંદર છે. આપણા હર એક શ્વાસમાં છે. અરે ઈલેક્ટ્રોન અને પ્રોટોનનીય અંદર એ તો મહાલે છે. ‘હું’ ને ઓળખીશું એટલે તે ઓળખાઈ જશે.
  મારે તો ‘એ’ ઈશ્વર જોઈએ, મારા હોવાપણામાં હાજરાહજુર બેઠલો ઈશ્વર. પેલો કુરુપ ઈશ્વર નહીં જ. મારે એવા ઈશ્વરની પાસે ઢુંકવું પણ નથી. ભલે તેની ક્રુપા મારા પર ન વરસે. ભલે ને મારે ચોર્યાશી લાખ શું, ચોર્યાશી કરોડ જન્મ લેવા ન પડે….. મહામુલું જીવન તેણે આપ્યું છે. તેને સાર્થક કરી હર ક્ષણ જીવી શકું તો પણ બસ.
  હું માનવી માનવ થાઉં તો ઘણું.
  ----

  આખો લેખ વાંચો -
  http://antarnivani.wordpress.com/2008/01/09/god/

  જવાબ આપોકાઢી નાખો
 3. આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
  નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.

  -ક્યા બાત હૈ !


  આ સર્જક અને શબ્દવાળી વાત ગમી ગઈ.

  જવાબ આપોકાઢી નાખો
 4. અજ્ઞાત8/14/2008 7:52 PM

  સુંદર ગઝલ
  તરન્નુમમા મઝા ઔર્
  પ્રજ્ઞાજુ વ્યાસ

  જવાબ આપોકાઢી નાખો