સોમવાર, સપ્ટેમ્બર 08, 2008

અમે બરફના પંખી - અનિલ જોશી

શ્રી અનિલ જોશીનું એક જાણીતું કાવ્ય જે એ જ નામે બહુ જાણીતા થયેલા નાટકમાં લેવાયું.

અમે બરફના પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

1 ટિપ્પણી:

  1. મઝાનું ગીત
    કવિ શ્રી અનિલ જોશી ની બીજી રચનાઓ મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી ,પહેલા વરસાદનો છાંટો કન્યા-વિદાય -દીકરી વ્હાલનો દરિયો વ જેવી જ ઘણી જગ્યાએ માણેલી સુંદર રચના
    pragnaju

    જવાબ આપોકાઢી નાખો