જુનાગઢના કવિ શ્રી વીરુ પુરોહિતનું એક સુંદર ગીત. હેમાબેને (દેસાઈ) ખૂબ સુંદર રીતે ગાયું છે - એ જો મળી આવે તો સોનામાં સુગંધ જેવું થાય - પણ ત્યાં સુધી આ સોનુ.
મને ઝાકળ જેવું તો કંઈક આપો!
દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,
વાદળ જેવું તો કંઈક આપો.
આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા, એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ, મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.
કોણ જાણે કેવી છે પવનોની વાત, મને અટકળ જેવું તો કંઈક આપો.
જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા ટહુકાઓ જીરવ્યા જીરવાય નહિ,
સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન, મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.
મારી એકાદી આંગળીને કાપી કરું કલમ, કાગળ જેવું તો કંઈક આપો.
Dear Gunjanbhai,
જવાબ આપોકાઢી નાખોThank you for nice posting.
Viru Purohit is of Junagadh and not from Bhavnagar. Just for info.
Nice geet and enjoyed it.
Sudhir Patel, Charlotte, USA
સુંદર રચના
જવાબ આપોકાઢી નાખોઆ પંક્તીઓ ગમી
આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા, એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ, મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.
કોણ જાણે કેવી છે પવનોની વાત, મને અટકળ જેવું તો કંઈક આપો.
અહીંથી તો જુનાગઢ અને ભાવનગર એક જ દેખાય છે!pragnaju