હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે,
લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે.
*********** * *********** * ***********
શબ્દ જેવી સરળતાથી હાથતાળી દઈ ગયો,
દોસ્ત એવી સહજતાથી હાથતાળી દઈ ગયો.
એક કિસ્સો સાચવી રાખ્યો હતો વર્ષો સુધી,
ટોચ ઉપર એ સફળતાથી હાથતાળી દઈ ગયો.
*********** * *********** * ***********
તેં મને જે પણ લખ્યા'તા એ બધા કાગળના સમ,
મેં તને ના મોકલ્યા જે એ બધા વાદળના સમ.
રાતભર જાગ્યા કરી'તી એ પથારી જેમ-તેમ
એક પણ જે ના પડ્યાને એ બધાએ સળના સમ.
બંન્ને મુક્તક ગમ્યા.
જવાબ આપોકાઢી નાખોસુંદર... અતિ સુંદર...
જવાબ આપોકાઢી નાખોBoth are very good Muktak!
જવાબ આપોકાઢી નાખોSudhir Patel