શુક્રવાર, ઑક્ટોબર 12, 2007

એક બીજાની ઉપર આધાર છે..

આજે મારી એક ગઝલ..થોડા મહિના પહેલા લખાયેલી..શની સભામાં ચીનુ મોદી, કૃષ્ણ દવે, હરદ્વાર ગોસ્વામી અને બીજા મીત્રો દ્વારા વખાણાયેલી અને કૃષ્ણ દવેનો આભાર કે જેમના આમંત્રણથી શ્રી મોરારી બાપુને એક અંગત બેઠક, જે ખાસ મોરારી બાપુ અમદાવાદમાં હતા ત્યારે એમને કવિતા સાંભળવાની ઈચ્છા થયેલી અને કૃષ્ણ દવેએ બેઠકનું આયોજન કર્યું હતું તેમાં બાપુને સંભળાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું એ ગઝલ રજૂ કરું છું...


એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે



તાજા કલમ - વર્ષો જુનું મારું એક સ્વપ્ન - મારી લખેલી ગઝલને હું compose કરું અને મારા ઘરના ખૂણામાં બેસીને પણ જાતે એને ગાઉં..આ સ્વપ્ન આ ગઝલથી પૂરું થયું..એક વર્ષથી શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલુ કર્યુ છે ..આ ગઝલને મેં રાગ બાગેશ્રીમાં compose કરવાનો પ્રયત્ન કર્યો છે...

20 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/12/2007 10:21 AM

    સુંદર ગઝલ છે ગુંજનભાઈ! આ શેર ખૂબ ગમ્યાઃ

    રાત થઈ વ્રુધ્ધો ગયા, એ ના ગયો
    કેટલો આ બાંકડો લાચાર છે

    હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/12/2007 10:40 AM

    ketalo a bankdo lachar .......hun j bhari na shakyo samanma ......ghar akhu aavava taiyar Chhe........exellent job gunjan bhai............

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત10/12/2007 12:52 PM

    અરે વાહ...
    મને ઘણી જ ગમેલી ગઝલ...!!

    અને ખરેખર હું નસીબદાર હતી કે તમારી પાસે મેં પણ આ ગઝલ સાંભળી છે..!!

    ગુંજનભાઇ, હંમેશા આવું સરસ લખતા અને ગાતા રહેજો :) ( સાથે સાથે અમને એનો લાભ આપવાનું ભુલતા નહીં, હોં ને ? )

    જવાબ આપોકાઢી નાખો
  4. રાત થઈ વ્રુધ્ધો ગયા, એ ના ગયો
    કેટલો આ બાંકડો લાચાર છે

    હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે.


    આ બે શેર બહુ જ ગમ્યા.

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત10/12/2007 2:25 PM

    ખૂબ સુંદર ગઝલ... છંદ પણ બરાબર જળવાયો છે... છેલ્લા બે શેર ઘણા ગમ્યા...


    વૃદ્ધો લખવા માટે - vRuddho

    જવાબ આપોકાઢી નાખો
  6. Thanks Vivekbhai..I changed it to the right one.

    જવાબ આપોકાઢી નાખો
  7. આખેઆખ્ખી ગઝલ ખૂબ જ ગમી

    જવાબ આપોકાઢી નાખો
  8. અજ્ઞાત10/13/2007 4:26 PM

    sooo nice ........! !

    and soooo eager to listen in ur voice......... !!

    Chhella be sher vadhu sara chhe j pan te aagaLana traN sherne anyay
    naa karaay ne !!

    kharekhar to jo e be sher naa hot to traNa shernu mahattava ena karata jara pan ochhu nathi j....
    khkarune ?!!

    જવાબ આપોકાઢી નાખો
  9. અજ્ઞાત10/13/2007 7:10 PM

    હવે ખ્યાલ આવ્યો (ઉપરની કોમેંટ વાંચ્યા બાદ) કે તમે 'વૃધ્ધો' માંનો 'વૃ' ખાઈ ગયા છો... એટલે મને જલ્દી ખબર ના પડી! :-D

    ખૂબ જ સુંદર ગઝલ છે!

    અને છેલ્લાં બંને શેર તો મસ્ત જ છે... પણ મને છેલ્લો જરા વધારે ગમ્યો!

    હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે.

    લગે રહો ગુંજનભાઈ...! :-)

    અને હા, આની સાથે તમે કમ્પોઝ કરેલી આ ગઝલની ઓડીઓ પણ મૂકવી જ જોઇએ ને! પછી ભલેને ઘરનાં ખૂણામાં બેસીનાં એકલાં એકલાં ગાયા કરો...

    જવાબ આપોકાઢી નાખો
  10. ગુંજનભાઈ,
    અ બે શેર બહુજ ગમ્યા...
    રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
    કેટલો આ બાંકડો લાચાર છે

    હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે

    પિન્કીબેન કહે છે તેમ ઓડિયો પણ હોય તો મજા પડી જાય
    જય ગુર્જરી,
    ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

    જવાબ આપોકાઢી નાખો
  11. ગુંજનભાઈ,
    અ બે શેર બહુજ ગમ્યા...
    રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
    કેટલો આ બાંકડો લાચાર છે

    હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે

    પિન્કીબેન કહે છે તેમ ઓડિયો પણ હોય તો મજા પડી જાય
    જય ગુર્જરી,
    ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

    જવાબ આપોકાઢી નાખો
  12. "હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે"
    the whole one is creative but the last one has pinched some thing badly..nice one

    જવાબ આપોકાઢી નાખો
  13. અજ્ઞાત10/16/2007 7:35 PM

    Khubaj Sundar Gazal Gunjan bhai.. mane to aakhi gazal khubaj gami.. maaf karasho samay na abhaav na karane english ma type karu chhu..

    દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
    આટલામાં એમના ઘરબાર છે

    Jivan aakhu dard thi bharayelu hoy ne koi puchhe "Kem Cho ?" to pan hasta modhe kehvu pade "SARAS". khubaj sundar sher....

    રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
    કેટલો આ બાંકડો લાચાર છે

    ati sundar....

    હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે

    are bhai manushyo ni pan seemao hoy ne.. kai badha swapna no ane akanskshao thoda pura thay chhe.. vaat ne 2 liti ma sundar rite raju kari chhe...

    aavi sundar gazal aapava badal dil thi aabhar...

    જવાબ આપોકાઢી નાખો
  14. ગુંજનભાઇ અભિનન્દન. તમારા આવા અનેક શમણાઓ સાકાર બને તેવી નવા વરસની શુભેચ્છાઓ.ખૂબ સુન્દર રચના.

    નીલમ દોશી

    જવાબ આપોકાઢી નાખો
  15. dear gunjan...
    its a fentastic blog...
    keep it up.....
    deval a shastri
    baroda

    જવાબ આપોકાઢી નાખો
  16. Hi Gunjan
    This is Naishadh Purani from 93.5 s fm..Ahmedabad. M Working here as a programming head.You must have heard Swar Gurjari...I was the one who was doing the show.....Well this introduction is not as important as I wanted to convey my thaughts after reading your Gazal
    Gunjan it s actually a beautiful sher which you have written in this Gazal...especially .kETLO AA bANKADO lACHAR cHHE...& bAG MAN gHAR AaVAVA tAIYAR cHHE.
    Kaya bankade kai mulaqat nu naam kotarayelu hoy chhe..bankade thi rasta pasar thay chhe ke raasta vacchhe thi bankada ..kon jane chhe.Ane bankada ketla vruksho nu biju ghar hashe e khud bankado y nathi janto...karanke ketliy bag gharvinani , ghar samavya vagar ni padi chhe. Keep it up.

    જવાબ આપોકાઢી નાખો
  17. અજ્ઞાત9/04/2008 12:17 AM

    સરસ ગઝલ. ક્યારેક તમારા અવાજમાં પણ સાઈટ પર મૂકજો.
    હિના
    www.heenaparekh.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો
  18. અજ્ઞાત12/05/2009 12:09 AM

    excellent ! "vrudho gaya bankdo lachar" what expression keep it up you have taken out words from leeps of old pople

    જવાબ આપોકાઢી નાખો