મંગળવાર, ઑગસ્ટ 26, 2008

ગઝલ - અંકિત ત્રિવેદી

સુંદર કવિતાઓ આપવાની સાથે સુંદર સંચાલન સંભાળતો જણ એટલેકે અંકિત ત્રિવેદી. એનો અંદાઝે-બયાં જુદો છે..બોલચાલની લાગતી વાતને વાંચતા આગળ વધો અને અચાનક એવું આશ્ચર્ય આપે કે ક્યાં તો આહ કે પછી વાહ થઈ જવાય. એને સપના આંસુવાળા આવે છે, જ્યાં સુધી કોઈની યાદનું પીંછુ ખરતું નથી..અને પછી એ અધૂરી બાજી છોડીને આગળ વધી જાય છે, મૂંગા હોઠ લઈને - અને એકલો ટોળે વળી જાય છે.



અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે
એકાદ પીંછુ યાદનું ત્યાં પણ ખર્યું હશે -


આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે -


બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે -


અટકી ગયેલી વાત ના આગળ વધી શકી.
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?


મારા વિના હું એકલો ટોળે વળી ગયો
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

4 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત8/26/2008 10:25 PM

    નજાકતથી શબ્દોને શણગારવાની સહજ આવડત અને,ગઝલયતથી તર-બ-તર અભિવ્યક્તિ- ગઝલ વિશ્વમાં,સહુના હૃદયમાં અંકિત ત્રિવેદી નામે અંકિત છે.....
    અભિનંદન !

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/27/2008 2:39 AM

    Very nice gazal. Thanks for the posting.
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત8/27/2008 2:41 AM

    Very nice gazal.
    Sudhir Patel

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત8/28/2008 6:48 PM

    સુંદર ગઝલ... મજા આવી...

    જવાબ આપોકાઢી નાખો