આઝાદી નામની ઘટના માટે જેનું મોટું યોગદાન હતું એવા વ્યક્તિત્વને યાદ કરીએ, શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં.
સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ
મારું જીવન એ જ મારી વાણી,
બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો,
કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય,
જગ એ જ કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આધાર,
જેમાં સત્યનો જયજયકાર.
મારું જીવન એ જ મારી વાણી...........
સત્ય ટકો, છો જાય આ દાસ,
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી,
એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મૃત્યુ સ્વદેશ,
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ મારી વાણી...........
પરેશ ભટ્ટના પિતાશ્રી અને પ્રકાશભાઈ ન્યુ-જર્શીથી અમારે ત્યાં આવ્યા ત્યારે અમારી પાસેની સ્વ.પરેશભાઈની એક કેસેટની વાત નીકળી હતી ત્યારબાદ બીજા ગીતો વિષે જાણવા પ્રયત્ન કર્યો
જવાબ આપોકાઢી નાખોપણ આજે સ્વર-સંગીત માણી ખૂબ આનંદ થયો
પ્રજ્ઞાજુ વ્યાસ
પરેશભાઇના અવાજમાં ગમે તે ગીત પ્યારું લાગે.
જવાબ આપોકાઢી નાખોPancham Shukla
Hello Gunjan Sir,
જવાબ આપોકાઢી નાખોIt is nice to listen this song in voce of Shri Paresh Bhatt.
I have shared your this post on my blog. I copied lyrics and published the same in voice of Shyamal Munshi.I have given link to your blog. Do you have any objection? If yes, let me know. I will do needful.
Thanks & Regards
Krutesh
URL of Relevant Post: http://www.krutesh.info/2010/10/blog-post_02.html