સોમવાર, જુલાઈ 21, 2008

રમ્ય શાંતિ

આજે રમેશ પારેખને ડંખ્યો હતો એવા કવિની વાત કરવી છે – બોલો જોઉં, કોણ હશે? હંમમ, ખ્યાલના આવ્યો? મારી આંખે કંકુના સુરજ...ગીતના કવિ રાવજી પટેલ..

એક શાંતિનું ગીત – ગ્રામ્ય સંસ્કૃતિના ઉછેરનો આ મોટો ફાયદો! શાંતિ શું – એની વ્યાખ્યા આવડવી એ! શહેર-વાસીઓને એ શાંતિનું પરિકલ્પન પણ નહિ કરી શકવાનો જાણે શ્રાપ મળેલો છે...


એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર,
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે!
વૃક્ષછાંયમાં બળદ ભળી જઈ લુપ્તકાય વાગોળે....
જાગે સૂર્ય એક્લો.
નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જળ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે!
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું એક્મેક પર ડોક પાથરી સૂતું.
ઉદગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી......

4 ટિપ્પણીઓ:

  1. રાવજી પટેલનું એક ખૂબસુરત કાવ્ય. આભાર.


    તમારો બ્લોગ હવે નિયમિતપણે અપડેટ થઈ રહ્યો છે. અભિનંદન. તમારી કવિતાઓની પસંદગી પણ કાબિલે-દાદ હોય છે...

    જવાબ આપોકાઢી નાખો