મંગળવાર, ઑક્ટોબર 16, 2007

એ લખું છું...

8મી સપ્ટેમ્બરથી લખાતી એક ગઝલ..જેને બનતા 3 અઠવાડિયા થયા અને આખરી ઓપ અપાયો ગઈ કાલે રાતે 2-30 વાગે...એટલેકે એક તાજી ગઝલ પેશ કરું છું..

દર્દને સંકોરવાથી શું મળ્યું છે, એ લખું છું
એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે, એ લખું છું

આપણા હોવાપણાની શક્યતાની સાવ વચ્ચે,
કોઈ આવીને અહીં ટોળે વળ્યું છે, એ લખું છું

રાતને સુંદર કર્યાની ચંદ્ર credit લઈ ગયો,
તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે, એ લખું છું

ભીંત પર જે પણ લખ્યું વાંચી ગયા એ તો બરાબર
ભીંતની અંદર પછી કોઈ ચળ્યું છે? એ લખું છું

એક ટીપાનું કુતૂહલ કેટલું જંગી હતું કે
જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે, એ લખું છું

5 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/17/2007 12:17 AM

    બહુ સરસ થઈ છે ગઝલ... આ બે શેર ખાસ ગમી ગયા !

    દર્દને સંકોરવાથી શું મળ્યું છે, એ લખું છું
    એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે, એ લખું છું

    એક ટીપાનું કુતૂહલ કેટલું જંગી હતું કે
    જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે, એ લખું છું

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/17/2007 9:19 AM

    દરેક શેર સરસ !! પણ

    એક ટીપાનું કુતૂહલ કેટલું જંગી હતું કે
    જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે, એ લખું છું

    આ પરપોટાને શબ્દશઃ લખી કાઢ્યો !!

    જવાબ આપોકાઢી નાખો
  3. એક ટીપાનું કુતૂહલ કેટલું જંગી હતું કે
    જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે, એ લખું છું

    -સબળ શેર...

    બીજા શેરના ઉલા મિસરાના અંતે 'જો' શબ્દ છંદની દૃષ્ટિએ વધારાનો લાગે છે...

    જવાબ આપોકાઢી નાખો
  4. સુંદર ગઝલ થઈ છે ગુંજન...! આખરી શેર ખરેખર ખૂબ જ સ-રસ બન્યો છે!

    www.urmisaagar.com/urmi

    જવાબ આપોકાઢી નાખો