શનિવાર, ઑક્ટોબર 20, 2007

લાગણી તો જડભરત છે

એક તાજી oven-fresh ગઝલ, ટૂંકી બહેરની...


શ્વાસ સાથેની લડત છે
જીવ માટેની મમત છે

તેં મને આપેલ વર્ષો
એક-બે સારા પરત છે

તૂં કહે નાજૂક નમણી
લાગણી તો જડભરત છે

એક, બે, ત્રણ..ના ગણ્યા કર
ક્યારની ચાલુ રમત છે

ઘર કદી પૂછે નહી કે
આવવાનો આ વખત છે?

સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી, હમણાં, તરત છે

તરફડીને શાંત થઈ ગઈ
માછલીને જળ શરત છે


---લખ્યા તારીખ : 20 ઓક્ટોબર, 2007

6 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/21/2007 12:17 AM

    સ...રસ

    લાગણી તો જડભરત છે ! !

    nice one.....

    જવાબ આપોકાઢી નાખો
  2. ઘર કદી પૂછે નહી કે
    આવવાનો આ વખત છે?

    - ખૂબ જ સુંદર શેર... તરત જ સ્પર્શી ગયો... ગઝલ પણ મજાની છે. નાના બહેરની રચના આમ પણ વધુ કઠીન હોય છે...

    જવાબ આપોકાઢી નાખો
  3. સુંદર ગઝલ.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

    જવાબ આપોકાઢી નાખો
  4. સુંદર ગઝલ.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

    જવાબ આપોકાઢી નાખો
  5. ઘર કદી પૂછે નહી કે
    આવવાનો આ વખત છે?

    ટૂંકી બહેરની સુંદર ગઝલ...

    www.urmisaagar.com

    જવાબ આપોકાઢી નાખો