આજે એક મારી જૂની પૂરાણી ગઝલ જેનું મે વર્ષો પહેલા - 2003માં - શિકાગોમાં શ્રી સુરેશ દલાલ સંચાલિત મુશાયરામાં પઠન કર્યું હતું
આપણો સંબંધ શું? જૂની પૂરાણી વારતા,
લાગણીનું નામ શું? જૂની પૂરાણી વારતા
આભ આખું પામવામાં સહેજ છેટૂં રહી ગયું,
તારું ન હોવું વાગતું, જૂની પૂરાણી વારતા
એક આખી શક્યતાને સાવ ઓળંગી ગયો,
એનું પછીથી આવવું, જૂની પૂરાણી વારતા
આ નગર વચ્ચે નગર છે એક તારી યાદનું,
એમાં જવું ને આવવું, જૂની પૂરાણી વારતા
“એક આખી શક્યતાને સાવ ઓળંગી ગયો,
જવાબ આપોકાઢી નાખોએનું પછીથી આવવું, જૂની પૂરાણી વારતા.”
બહુ જ સરસ વાત………….!!!
sundar.........keep it up......javaharbaxini gazalnu raspan pan man muki kryu....amaj gujarati kavitane mahekavata rahesho thanx gujanbhai
જવાબ આપોકાઢી નાખોસુન્દર ગઝલ..માણવાનો આનંદ અલગ જ હોય છે.
જવાબ આપોકાઢી નાખોટોળાની શૂન્યતા છું...,જવા દો કશું નથી...
કે પછી ખાલીપણુ બીજા તો કોઇ કામનું નથી..
આભાર.
http://paramujas.wordpress.com
આ નગર વચ્ચે નગર છે એક તારી યાદનું,
જવાબ આપોકાઢી નાખોએમાં જવું ને આવવું, જૂની પૂરાણી વારતા
વાહ! કોઈને ચિક્કાર ચાહી હોય, વર્ષો ઝંખી હોય તો એની સાથે ઘટેલા પ્રસંગો શહેરમાં આમ તેમ વિખરાયેલા પડ્યા હોય છે. આ ભાવને શબ્દરૂપ આપવા ઘણા દિવસથી મથતો હતો, પણ તમે એ કામ મારા પહેલા જ કરી નાખ્યું છે.