ગુરુવાર, જૂન 07, 2007

તો કહું!

અર્થોપાર્જન માટેની પ્રવ્રુત્તિ - in my case Project on which I am working right now - મને ઘણો busy રાખે છે એટલે આ postમાં delay થઈ..તે માટે sorry કહીને...આગળ વાત કરીએ તો...

આજે વાત કરવી છે ..અમદાવાદમાં મારા ઘરની નજીક રહેતા...હમણાં જ જેમને ગુજરાતી સાહિત્યના શિરમોર સમો રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો..અને જેમણે પોતાનુ મોટા ભાગનું સાહિત્ય સર્જન ગઝલ કાવ્ય પ્રકારમાં કર્યુ છે ...અને ગઝલ સર્જનમાં તત્વજ્ઞાનની એક નવી દિશા ઉઘાડી આપી છે..અને જ્યારે તમારી સામે ગઝલ પઠન કરતા હોય ત્યારે એવુ મહેસુસ થાય કે પુરાણ કાળના કોઈ ઋષિ તમારી સામે વેદ ઋચાઓ વાંચી રહ્યા છે...એ શ્રી રાજેન્દ્ર શુક્લની..

એમની આ બહુજ જાણીતી ગઝલના મત્લા - પ્રથમ શેરમાં એ વાત કરે communicationની....MBA કરતા હો તો આ વિષય પર તમારે જાડા થોથાઓનો અભ્યાસ કરવો પડે પણ આ આખા વિષયને એ એના મૂળથી પારખીને તમારી સામે શેરની બે પંક્તિમાં મૂકી આપે છે..તમે જ્યારે કોઈને કંઈ વાત કહેવા માંગો ત્યારે મગજમાં ઘણા વિચારો, વાતો ઘુમરાતી હોય છે..એમાંથી જીભ ઉપર અમુક શબ્દો જ આવે છે.. આ જે ગણત્રીન શબ્દો જીભ ઉપર આવ્યા અને સામેની વ્યક્તિને સંભળાવ્યા..એ એટલે communication..હવે વિચારો બહુ સારા હોય પણ જો વ્યવસ્થિત શબ્દોમાં ના મૂકી શકો તો that is poor communication!...તો વધારે પૂર્વ ભૂમિકાઓ બાંધ્યા કરતા..લો શેર જ જોઈ લો..

લ્યો કરૂં કોશીશ ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું

ઘણા લોકોને વાત કર્યા કરવાની ટેવ હોય છે..સામે વાળાની સાંભળવાની ઈચ્છા હોય કે નહિ..જ્યારે સામેની વ્યક્તિને વાત સાંભળવાની તૈયારી હોય અને તમે વાત કહો તો એ વાતની ચોક્ક્સ અસર થતી હોય છે..

કોઈને કહેવું નથી એવું નથી
સહેજ તૈયારી બતાવે તો કહું

હવે પછીનો શેર..કંઈ પણ કહ્યા વગર સીધો સમજાઈ જાય એવો..

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં
એકદમ નજદીક આવે તો કહું

આ શેરમાં કવિનું તત્વજ્ઞાન જુઓ..મન જ્યારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય ત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની ઈચ્છા જ હોતી નથી..એ શાંત જળ જેવું હોય છે..

શાંત જળમાં એક પણ લહેરી નથી
કોઈ થોડું ખળભળાવે તો કહું

અને છેલ્લે તત્વજ્ઞાની કવિનો રોમેન્ટિક શેર...એમાં પણ એ communicationને નવી ઉંચાઈ પર લઈ જાય છે..સામાન્ય રીતે સંવાદમાં શબ્દની જરૂર પડે..પણ જ્યારે ખાસ વ્યક્તિની વાત હોય જેની સાથે શબ્દોના સંવાદનું stage પસાર થઈ ગયું છે.. પછી તો નજરથી જ સંવાદ થતો હોય છે..

આપની નજરો જે ફરમાવી રહી
એ ગઝલ જો યાદ આવે તો કહું

1 ટિપ્પણી:

  1. congratulation gunjan bhai Shree Rajendra shukla ni sundar gazal...ne asvad....badal......roj navu navu pirsta rahesho ej apexa......

    જવાબ આપોકાઢી નાખો