રવિવાર, જુલાઈ 22, 2007

આ માણસ બરાબર નથી...

શ્રી હિતેન આનંદપરાની એક ગઝલ પેશ કરું છું,

માણસની વાત છે...એવો માણસ જે હિસાબમાં બહુ ચીવટ રાખે છે..તમને થશે એ તો ઠીક છે, આવા તો ઘણા માણસો હોય છે..પણ આ જે માણસ છે એ પૈસાની સાથે સાથે સંબંધોમાં હિસાબ રાખે છે અને જો ક્યાંક ઓછું આવે તો દિલ ખોલીને ઝઘડી પણ લે છે કે છેલ્લે મળ્યા ત્યારે ફલાણા દોસ્ત સાથે 7.5 મિનિટ વાત કરી અને મારી સાથે ફક્ત 7.25 મિનિટ!!..આ તો થોડું વધારીને કહું છું, પણ દિલ પર હાથ મૂકીને કહેજો કે મેં કે તમે ક્યારેક તો આવું વર્તન કર્યું જ છે, એટલે કવિએ કુશળતાપૂર્વક એક માણસના નામે મારી તમારી જ વાત કરી છે...

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી,
ગણે છે ને ઓછી પડે તો લડે છે,આ માણસ બરાબર નથી.


આપણે કેટલા materialistic થઈ ગયા છીએ એની વાત જુઓ...

સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદર વસ્તુઓ જોવી ગમે સ્વાભવિક છે, પણ એ જોનારાની નજરમાં વિકૃતિ આવે ત્યારે,

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દૅષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

self centred માણસોની દરેક વાત એમના પોતાનાથી શરૂ થઈને એમની જ ઉપર પૂરી થાય,

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથીયે છેટો રહે છે,
બસ પોતાના માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

આવા માણસ પોતે ગમે તેટલા સુખી હોય પણ કોઇનું થોડું પણ સુખ એમનાથી સહન નથી થતુ...

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.

પણ મોં ઉપર તો કાયમ હસી ને જ વાત કરશે,


જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

2 ટિપ્પણીઓ:

  1. Gunjan Bhai,

    very nice poem. It would have been a wonderful experience if you are explanining each meaning of this sentence which you used to do in Thakur Complex.

    Thanks,
    Vishal

    જવાબ આપોકાઢી નાખો
  2. Hi Gunjan,

    I was introduced to your blog by a friend Hardik. I am pleased to see your work and your style of writing it. It is good was to give introduction and then describe your views.

    Good work keept it up.

    aklo

    જવાબ આપોકાઢી નાખો