બુધવાર, ફેબ્રુઆરી 07, 2007

ઉદાસી...

શ્યામ સાધુનું નામ આવે એ સાથે, વીજળીનો ઝબકારો થાય એમ આ એક ગઝલ મગજમાં અચૂક આવે...

કોઇની યાદની ઉદાસી ઉપરનો આટલો સુંદર શેર જવલ્લે જ મળે...

ક્યાંક ઝરણાની ઉદાસી પત્થરોની વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.

દોસ્ત, મ્રુગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયા તરસ, ત્યાં વાદળી ઉંચે ચડી છે.

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહો છો એ અહીં ઠેબે ચડી છે.

ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે

1 ટિપ્પણી:

  1. પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે
    ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે.

    શ્યામ સાધુની ઝરણાની ઉદાસી ગઝલનો આ શેર રહી ગયો છે. મૃગજળ શેર પછી થી આ પંક્તિ આવશે.

    ધન્યવાદ

    હરેશ પરમાર
    hareshgujarati@gmail.com

    જવાબ આપોકાઢી નાખો