વાત આજે માંડવી છે જુનાગઢના રેશમી શાયર..શ્રી મનોજ ખંડેરિયાની, કઠોરમાં કઠોર વાતને પણ એ શાયરે નાજૂકાઇથી જ કાયમ મૂકી આપી છે અને તે પણ સંપૂર્ણ અસરકારક રીતે..
બીજુ એ કે, Corporate Worldમાં કે Managementની વાતોમાં જે Core Competencyની વાતો થઈ છે..જે મુજબ કંપનીએ પોતાના Main Business પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..બહુ દિશાઓમાં પ્રયત્નો કરીને effort dilute ના કરવા જોઇએ...એ વાતને આ શાયરે પોતાની જીંદગીમાં ઉતારી..માત્ર ગઝલનો જ કાવ્ય પ્રકાર ખેડીને..અને એમાં એમણે હાંસલ કરેલી ઉંચાઈઓ તો મારી તમારી નજર સામે જ છે..
ગઝલ એ મનોજ ખંડેરિયા માટે મનોરંજન નહી પણ પ્રાણવાયુ હતી, એની વાત ફરી ક્યારેક..પણ અહીં જે ગઝલ કહેવી છે એ પણ કવિ માટે કવિતાનો શબ્દ કેટલો અગત્યનો છે એની વાત છે..જીવનમાં માણસ સૌથી વધુ મહત્વ લગ્નપ્રસંગો કે પછી તહેવારોને આપતો હોય છે અને એ મહત્વના પ્રસંગોમાં તીલક કે સાથિયા કે પૂજન માટે કંકૂ અને ચોખાની જરુર પડે..પણ આ કવિને તો જુદી રીત રસમો અનુસરવી છે..
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
આપણે બધા માણસો ઉપર ઉપરથી વ્યવસ્થિત લાગીએ - જાણે કે બાકસના up-to-date ખોખા..પણ કવિએ શેરના ઉલા મિસરામાં (પહેલી લાઈનમાં યાર...) પોલ ખોલી નાખી છે અંદરના માલની!
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં
સ્વ્પ્નો જોવાની આપણને બધાને ટેવ અને છૂટ...અને એ લીલાછમ પણ હોય છે જ્યાં સુધી એ સ્વ્પ્ન-પાત્ર જીવનનુ મધ્ય કેન્દ્ર હોય છે..પણ એ પાત્રના કાયમી ગમન પછી કે એની શક્યતાઓ સાવ સૂક્કી થઈ જાય તો કદાચ આવો શેર આવે...
લચ્યા'તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં
આ ઈશ્વર નામનો મહા પુરુષ આપવાની વાત આવે ત્યારે અપેક્ષા મુજબની વસ્તુ જ આપે છે પણ એનું સ્વરૂપ બદલી નાખે છે..પણ એ તો એની ટેવ છે..
તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
પાપોનું પ્રાયશ્ચિત કરવું હોય કવિને તો..એ કલમમાંથી શબ્દો રૂપી ગંગા વહાવે..કદાચ કવિતા લખવાનું પાપ એનાથી ધોવાઈ જાય...
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા
તેમના જીવન વિશે વાંચો -
જવાબ આપોકાઢી નાખોhttp://sureshbjani.wordpress.com/2007/01/02/manoj_khanderia/
Nice 'aaswad'.
જવાબ આપોકાઢી નાખોgood job gunjan bhai........keep it up...bimal desai http://naraj.wordpress.com
જવાબ આપોકાઢી નાખોgood work gunjanbhai keep it up
જવાબ આપોકાઢી નાખોhttp://naraj.wordpress.com
જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલી કડેને ઉલા મિસરા અને બીજી કડીને સાની મિસરા કહે છે... સરસ રીતે ગઝલનો આસ્વાદ કરાવો છો. આવા શિક્ષક શાળામાં ક્યાંય કેમ ન મળ્યા?
જવાબ આપોકાઢી નાખોI accept the mistake Vivekbhai, I should have refer the book before write down..I vaguely remembered it..Thanks for correcting the same..
જવાબ આપોકાઢી નાખોRegards
Gunjan