આવવાનું કે જવાનું, એ જ નક્કી ના થતું,
ચાલવું કે થોભવાનું, એ જ નક્કી ના થતું.
જીવવાના આ બનાવો રોજ બનતા હોય છે,
શ્વાસ લઈને શું થવાનું, એ જ નક્કી ના થતું.
ધારવાની વાત નીકળીને અમે અટકી ગયા,
દર્દને ક્યાં સ્પર્શવાનું, એ જ નક્કી ના થતું.
પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો,
શું કરું હું આ હવાનું?, એ જ નક્કી ના થતું.
જે તમે આપી દીધેલું ભૂલમાં એ સ્વપ્નથી,
ઊંઘવું કે જાગવાનું, એ જ નક્કી ના થતું.
ચાલવું કે થોભવાનું, એ જ નક્કી ના થતું.
જીવવાના આ બનાવો રોજ બનતા હોય છે,
શ્વાસ લઈને શું થવાનું, એ જ નક્કી ના થતું.
ધારવાની વાત નીકળીને અમે અટકી ગયા,
દર્દને ક્યાં સ્પર્શવાનું, એ જ નક્કી ના થતું.
પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો,
શું કરું હું આ હવાનું?, એ જ નક્કી ના થતું.
જે તમે આપી દીધેલું ભૂલમાં એ સ્વપ્નથી,
ઊંઘવું કે જાગવાનું, એ જ નક્કી ના થતું.
(20 April, 2011)
આ કવિતા આ બ્લોગ પર કોઈ અન્ય નામે ચડી ગઈ છે!
જવાબ આપોકાઢી નાખોhttp://bamchakoru.blogspot.com/2011/08/blog-post_21.html