ગુરુવાર, નવેમ્બર 20, 2008

ગઝલ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'

ચંદ્રેશ મકવાણાની એક ગઝલ-



મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો'તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

'નારાજ' કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

6 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત11/20/2008 11:13 PM

    લાગણીની વાતનો લાવા ભીતરથી નીકળી જ્યારે શબ્દદેહે કાગળ ઉપર ઠલવાય ત્યારે જ આ પંક્તિનું રૂપ લઈ શકે કે,
    'નારાજ' કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
    કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.
    એકદમ ધધકતિ અભિવ્યક્તિ.....
    અભિનંદન,ચંદ્રેશભાઈ...!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત11/21/2008 6:56 PM

    જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
    મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

    -સુંદર મજાનો શેર...

    કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
    તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.
    -એક નવી જ અભિવ્યક્તિ... વાહ...

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત11/22/2008 12:16 AM

    wah wah ,
    ant ni kadi khubaj pasand aawi,
    aankh na aansu thi badati raaton ne thhari chhe ''''''

    comment by
    Chandrakant.

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત11/22/2008 1:16 AM

    કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો'તો,
    કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.
    ખૂબ સરસ

    પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
    પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત6/19/2009 9:26 PM

    અફલાતૂન ગઝલ.

    જવાબ આપોકાઢી નાખો
  6. palkesh trivedi4/10/2012 4:50 PM

    અદભૂત, ખુબજ સરસ

    જવાબ આપોકાઢી નાખો