શુક્રવાર, ઑક્ટોબર 31, 2008

મુક્તક- ગુંજન ગાંધી

Generally મારી કલમે તમને Romantic વાતો નહીં જોવા મળતી હોય પણ આ વખતે નવા વર્ષ નિમિત્તે કંઈ નવું !

તું દરદનો અર્થ સમજાવીશ નહીં,
તું જ તો પર્યાય છે.
તું ભરમનો મર્મ સમજાવીશ નહીં,
તું જ તો પર્યાય છે.

વાળને ખુલ્લા કર્યા ને સાંજ થઈ,
સૂર્ય પણ ડૂબી ગયો.
ચંદ્રનો તું ધર્મ સમજાવીશ નહીં,
તું જ તો પર્યાય છે.

1 ટિપ્પણી:

  1. મઝાની વાત્
    જે બની એ વાતનો પર્યાય બીજો કૈં નથી,
    ઘાત કે આઘાતનો પર્યાય બીજો કૈં નથી

    જવાબ આપોકાઢી નાખો