સોમવાર, ઑક્ટોબર 27, 2008

નઝમ - મુકુલ ચોકસી

શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન સૌ મીત્રોને.


શ્રી મુકુલ ચોકસીની અમર "સજનવા" નઝમમાંથી થોડી પંક્તિઓ-


બે અમારાં દગ સજનવા, બે તમારા દગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા

હાથમાં હો આપના ઝળહળતી એક શમ્મા સજનવા
ને અમારા ઘાસના ઘરને ઘણી ખમ્મા સજનવા

જે ન હો પુરવાર તે સઘળું નથી કંઈ છળ સજનવા
આંખથી આગળનું જોતી હોય છે અટકળ સજનવા

મેં સળગતાં વર્ષોનો અણસાર એક આપી સજનવા
એકલી કેન્ડલ જલાવી, કેક નહીં કાપી સજનવા

રણ અને દરિયાઓ અંગેની બધી સમજણ સજનવા
જૂઠ ઠેરવશે અને ચાલ્યું જશે એક જણ સજનવા

જ્યાં ભર્યા'તા તારા કોરા કેશના કિસ્સા સજનવા
આજ એ ખમ્મીસના ખાલી છે સૌ ખિસ્સાં સજનવા

2 ટિપ્પણીઓ:

  1. મુકુલભાઈની શ્રેષ્ઠ રચનાઓમાંથી એક... સલામ !

    જવાબ આપોકાઢી નાખો
  2. રણ અને દરિયાઓ અંગેની બધી સમજણ સજનવા
    જૂઠ ઠેરવશે અને ચાલ્યું જશે એક જણ સજનવા

    જ્યાં ભર્યા'તા તારા કોરા કેશના કિસ્સા સજનવા
    આજ એ ખમ્મીસના ખાલી છે સૌ ખિસ્સાં સજનવા
    કટાક્ષથી રમુજ લાવનારી સુંદર પંક્તીઓ

    દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
    આ જે સં ત વા ણી
    તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
    પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
    ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
    જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
    *http://niravrave.wordpress.com/

    જવાબ આપોકાઢી નાખો