શુક્રવાર, ઑક્ટોબર 24, 2008

હઝલ- રઈશ મનીઆર

રુસ્વા સહેબની "કોણ માનશે" રદીફની બહુ જાણીતી ગઝલની જેમ, એ જ રદીફ પરથી, ગઝલના છંદ શાસ્ત્ર પર જેટલી ગંભીરતાથી કામ કરે છે એ જ રીતે હળવી ગઝલ- હઝલ પર કામ કરનાર શ્રી રઈશ મનીઆરની એક હઝલ.


પોત જ હું ગમાર હતો, કોણ માનશે?
એનો તો બહુ વિચાર હતો, કોણ માનશે?

ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ,
ચંપલનો એ પ્રહાર હતો, કોણ માનશે?

લિપસ્ટિક ને લાલીઓ મહીં વપરાઈ જે ગયો,
મારો પૂરો પગાર હતો, કોણ માનશે?

જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો,
સળિયો એ ધારદાર હતો કોણ માનશે?

2 ટિપ્પણીઓ:

  1. જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો,
    સળિયો એ ધારદાર હતો કોણ માનશે?
    ગઝલના રાજાની
    હઝલ પણ કેટલી રમુજી!

    જવાબ આપોકાઢી નાખો