બુધવાર, સપ્ટેમ્બર 24, 2008

ગઝલ - ઉર્વીશ વસાવડા

શ્રી ઉર્વીશ વસાવડાની એક તાજી ગઝલ-


આ ચરણને શું થયું છે એ જ સમજાયું નહીં,
બારણા ખોલ્યા પછી પણ બહાર નીકળાયું નહીં.

રંગ, પીંછી, કાગળો, ને આંખ સામે એ હતા,
ચિત્ર એનું તે છતાં મારાથી ચિતરાયું નહીં.

ખીણની ધારે ઊભા રહી નામ જે વ્હેતું કર્યું,
છે પ્રતિક્ષા આજ પણ, એ નામ પડઘાયું નહીં.

કૈક તો ઓછપ હશે આ આપણી પીડા મહીં,
એટલે તો આંસુઓનું પાત્ર છલકાયું નહીં.

પત્રની પહેલી લીટીના સહેજ સંબોધન પછી,
એ અભિવ્યક્તિનું ધોરણ ક્યાંય જળવાયું નહીં.

6 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત9/25/2008 12:58 AM

    ખીણની ધારે ઊભા રહી નામ જે વ્હેતું કર્યું,
    છે પ્રતિક્ષા આજ પણ, એ નામ પડઘાયું નહીં.
    સુંદર અભિવ્યક્તિ....
    અભિનંદન ઉર્વીશભાઈ...!
    ડો.મહેશ રાવલ

    જવાબ આપોકાઢી નાખો
  2. ગઝલસમુદ્ર ચઢ્યો છે આજ ભરતીએ
    મોજાંઓએ કબજો કર્યો છે કિનારાનો;
    પરંતુ કવિતાતો ક્યાંય દેખાતી નથી?
    શું થયું કવિઓને એજ સમજાયું નહીં.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત9/25/2008 7:58 AM

    Very nice gazal from Dr Urvish Vasavada ! Enjoyed completely.
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત9/26/2008 12:10 PM

    nice gazal from urvishbhai

    enjoyed looot !!

    ખીણની ધારે ઊભા રહી નામ જે વ્હેતું કર્યું,
    છે પ્રતિક્ષા આજ પણ, એ નામ પડઘાયું નહીં.
    best one....!!

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત9/27/2008 5:51 PM

    સુંદર રચના...

    જવાબ આપોકાઢી નાખો