સોમવાર, સપ્ટેમ્બર 22, 2008

ગઝલ - મધુમતી મહેતા

શ્રી અશરફ ડબાવાલાની ગઝલની જેઓ પ્રેરણા છે, અને પોતે ખૂબ સુંદર ગઝલો લખે છે એવા શ્રી મધુમતી મહેતાની એક ગઝલ.



પગ પગથિયાં દાદરા જાણી લીધા,
થોભવાના કાયદા જાણી લીધા.

એ રહે અકબંધ કે તૂટે ભલે,
મેં જગતના આયના જાણી લીધા.

ફૂલ ખૂશ્બૂ સાચવી બેસી જશે,
જો ભ્રમરના વાયદા જાણી લીધા.

પાંદડા ગણવા વિશેની ઘેલછા,
છોડી તો મેં છાંયડા જાણી લીધા.

બંધ ઘરને દઇ ટકોરો એમણે,
ભીંત ભોંગળ બારણાં જાણી લીધા.

હું તબીબોથી હણાયો એટલો,
મેં મરણના ફાયદા જાણી લીધા.

બેસશું વાળી પલાંઠી આંગણે,
કુંભમેળા ડાયરા જાણી લીધા.

સર્વ આકારો તજીને છેવટે,
તાપ ભઠ્ઠી ચાકડા જાણી લીધા.

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત9/23/2008 1:12 PM

    મધુમતિબેનની સુંદર ગઝલ !
    પાંદડા ગણવા વિશેની ઘેલછા,
    છોડી તો મેં છાંયડા જાણી લીધા......

    સુંદર વાત કરી.

    જવાબ આપોકાઢી નાખો
  2. સરસ ગઝલ
    આ અનુભૂતીની ? પંક્તીઓ
    હું તબીબોથી હણાયો એટલો,
    મેં મરણના ફાયદા જાણી લીધા.
    યાદ આવી
    તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
    જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,
    Pragnaju

    જવાબ આપોકાઢી નાખો
  3. જીવનની કેટલીક ખાસીયતોને જાણી લઈને જો જીવાય તો ઘણી સરળતા થઈ જાય. સરસ રચના મોકલવા બદલ આભાર.

    જવાબ આપોકાઢી નાખો