શુક્રવાર, ઑગસ્ટ 22, 2008

અછાંદસ - અશરફ ડબાવાલા

TV Interview-ના પ્રશ્નો

ખરેલા પાનને :

- તમને ડાળ પરથી ખરતી વખતે શી અનુભૂતિ થઈ?

- ઝાડ પરના તમારા વસવાટ દરમિયાન કોઈ નોંધપાત્ર અનુભવો જણાવશો?

- નવા ફૂટતા પર્ણને તમારો શો સંદેશ છે?


સરકસના સિંહને :

- જંગલ અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું?

- તાળીઓ સાંભળીને તમે શું અનુભવો છો?

- તમે રિંગમાસ્ટરને તેનાં બાળકો સાથે રમતાં જોયો છે?


જન્મથી અંધ બાળકને :

- તમે ક્યારેય આકાશને સપનામાં જોયું છે?

- તમને ક્યારેય જોઈ શકનારાઓ પર દયાભાવ ઊપજ્યો છે?

- તમને પહેલીવાર ક્યારે ખબર પડી કે તમે જન્મ્યા છો?



[This was written in year 1977, we thought it is only Today's TV reporters who started this kind of questions - what did you feel when you were inside the well!!!]

5 ટિપ્પણીઓ:

  1. ખરેલા પાનને :
    - તમને ડાળ પરથી ખરતી વખતે શી અનુભૂતિ થઈ?
    - ઝાડ પરના તમારા વસવાટ દરમિયાન કોઈ નોંધપાત્ર અનુભવો જણાવશો?
    - નવા ફૂટતા પર્ણને તમારો શો સંદેશ છે?
    ભાવાત્મક અભિવ્યક્તી
    pragnaju

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/26/2008 1:34 PM

    ગુંજનભાઈ, પહેલી વખત ગુંજારવને માણ્યો ...

    સુંદર બ્લોગ ...

    અને ખુબ જ સંવેદનાસભર કૃતિ ... !!

    "- તમને ક્યારેય જોઈ શકનારાઓ પર દયાભાવ ઊપજ્યો છે?"
    કેવો મજાનો સવાલ !!

    જવાબ આપોકાઢી નાખો
  3. જન્મથી અંધ બાળકનેનો સવાલ વાંચીને જાણે કોઈએ મારી છાતીમાં શારડી ફેરવી હોય એવી વેદના થઈ આવી!!

    ખરેલા પાનનેવાળા સવાલોમાં કાવ્ય અનુભવ્યું.
    ધન્યવાદ.

    જવાબ આપોકાઢી નાખો
  4. ‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત1/21/2013 4:06 AM

    ZAHIR DESAI ( USA - CHICAGO )



    તમને પહેલીવાર ક્યારે ખબર પડી કે તમે જન્મ્યા છો?

    જવાબ આપોકાઢી નાખો