નવી ગુજરાતી કવિતાનો નવો કવિ - સાથે સાથે પત્રકારત્વ, સંપાદન જેવી બીજી અનેક ખૂબીઓવાળો અને ઉમદા વ્યક્તિત્વ તો ખરું જ - એના એક ખૂબ જાણીતા શેર સાથે અશોક ચાવડા 'બેદિલ'ને પેશ કરું છું, એના અવાજમાં.
એણે આ જ શેરના નામે એટલે કે 'પગલાં તળાવમાં' નામે સુંદર કાવ્ય સંગ્રહ પણ આપેલો છે.
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
કે કોણ આ ભૂલી ગયું પગલાં તળાવમાં.
અને હવે ગઝલ -
ક્યાં છે હોશો હવાસ મારામાં,
હું જ કરતો વિનાશ મારામાં.
સાવ ખંડેરસમ બધું લાગ્યું,
મેં કરી જ્યાં તપાસ મારામાં.
આ અરિસો ય રોજ પૂછે છે,
કોણ બેઠું ઉદાસ મારામાં.
કેમ દફનાવવી વિચારું છું,
હોય મારી જ લાશ મારામાં.
કોઈ 'બેદિલ' મને બતાવે ના,
શું થયું છે ખલાસ મારામાં.
સરસ રચના
જવાબ આપોકાઢી નાખોકાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
કે કોણ આ ભૂલી ગયું પગલાં તળાવમાં.
વાહ
મસ્ત ગાયકી
pragnaju
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
જવાબ આપોકાઢી નાખોભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં.