શનિવાર, જાન્યુઆરી 06, 2007

આપી આપીને સજન

શ્રી વિનોદ જોશી, જે ભાવનગર યુનિ.ના વાઈસ ચાન્સેલર પછી અને ગુજરાતી કવિતાને તળપદી, ગામડાના લોકજીવનની મીઠાશનો અદભૂત અનુભવ કરાવનાર ઉત્તમ ગીતો આપનાર કવિ પહેલા..એમનુ એક અદભૂત ગીત માણીએ..આપી આપીને સજન પીંછુ આપો,
જો તમે પાંખો આપો તો અમે આવીએ..

ચાંદો નીચોવી એના વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને સજન ટેકો આપો,
જો તમે નાતો આપો તો અમે આવીએ

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં મૂકી છે લૂ
આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય,
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને સજન આંસુ આપો,
જો તમે આંખો આપો તો અમે આવીએ

1 ટિપ્પણી:

  1. vaah!! આપી આપીને સજન આંસુ આપો!
    What else can one expect. But a true lover would give you guidance (આંખો) and make you comfortable. What else one need for assurance!

    જવાબ આપોકાઢી નાખો