રવિવાર, જુલાઈ 05, 2009

ચાદરો લંબાય છે....ગુંજન ગાંધી

ઘણા લાંબા સમય પછી એક ગઝલ -



ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

13 ટિપ્પણીઓ:

  1. લાં...બા વિરામ પછી દેખાયા છો, દોસ્ત !

    સુંદર રચના...

    જવાબ આપોકાઢી નાખો
  2. બહુ સરસ ગુંજનભાઈ. બધા જ શેર મઝાના થયા છે.

    છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
    'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

    આખરી શેર વાહ..

    જવાબ આપોકાઢી નાખો
  3. ગુંજન ભાઈની રચના ખરેખર કાબિલે તારીફ છે.... મજા પડી ગઈ......

    જવાબ આપોકાઢી નાખો
  4. greate post

    keep it up..


    Dot Techno Lab
    http://www.dottechnolab.com

    જવાબ આપોકાઢી નાખો
  5. ગઝલ ના બધા શેર ગમ્યા પણ ખાસ કરીને પહેલો અને આખરી શેર મનને ખુબ જ ગમી ગયો.
    આપ હંમેશા આવુ જ લખતા રહો એવી શુભેચ્છા. .

    જવાબ આપોકાઢી નાખો
  6. ગઝલ નિતાંત સુંદર છે, છેલ્લો શેર મને બહું જ ગમ્યો.
    આપ હંમેશા આવુ જ લખતા રહો એવી શુભેચ્છા

    જવાબ આપોકાઢી નાખો
  7. અજ્ઞાત7/13/2009 1:27 AM

    Welcome back after a long time!
    Enjoyed your Gazal, however, the last sher the most!
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  8. વાહ! સુંદર ગઝલ છે. પહેલી વાર તમારા બ્લોગની મુલાકાત લીધી. સરસ.

    જવાબ આપોકાઢી નાખો
  9. ગુંજન ભાઈ આજે પહેલીવાર આપની ગઝલ માણી ...


    અતિ ઉત્તમ...અતિ ઉત્તમ...

    જવાબ આપોકાઢી નાખો
  10. છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
    'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.


    very good....

    જવાબ આપોકાઢી નાખો
  11. અજ્ઞાત4/13/2011 5:15 PM

    આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
    એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે

    aavu fakt dilradayi kavi j lakhi sake........hats off!!..........lovely

    જવાબ આપોકાઢી નાખો