સોમવાર, સપ્ટેમ્બર 29, 2008

ગઝલ- ગૌરાંગ ઠાકર

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલીને હવે છત્રી ધરો નહીં.

કોરું કપાળ લઈ પૂછે વિધવા થયેલ સાંજ,
અવસાન સૂર્યનું ને કશે ખરખરો નહીં.

એવું બને કે હું પછી ઊંચે ઊડ્યા કરું,
પાંખોમાં મારી એટલા પીંછા ભરો નહીં.

ક્યારેક ભયજનક વહે અહીંયા તરસના પૂર,
મૃગજળ કિનારે વ્હાલ તમે લાંગરો નહીં.

હું મ્હેક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મૂળથી મને અળગો કરો નહીં.

3 ટિપ્પણીઓ:

  1. સરસ ગઝલ
    મારી દીવાનગીને તમે છેતરો નહીં,
    વરસાદ મોકલીને હવે છત્રી ધરો નહીં.
    પંક્તિઓ મઝાની
    ખરેખર પ્રેમમાં દીવાનગી કે આવેશના કિસ્સા અનેક વાર પ્રકાશમાં આવે છે પરંતુ હવે તો વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે કે પ્રેમમાં ખરેખર અમાપ દીવાનગી હોય છે. જો પ્રેમી અને પ્રેમિકા યુવાનીના ઉંબરે પગ મૂકી રહ્યાં હોય તો પ્રેમમાં દીવાનગીની કોઈ સીમા હોતી જ નથી.પ્રજ્ઞાજુ

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/01/2008 6:28 AM

    Read again here and enjoyed again.
    Nice gazal of Guarang Thakar.
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત10/02/2008 6:47 PM

    ખૂબસૂરત ગઝલ...

    ગૌરાંગભાઈના સ્વમુખે સાંભળવાની મજા જ ઓર છે...

    જવાબ આપોકાઢી નાખો