શુક્રવાર, સપ્ટેમ્બર 19, 2008

મજબૂરી - પ્રીતમ લખલાણી

ચોખા
અને મગના દાણાની
ચિંતામાં
બિચારાં
ચકો અને ચકી
એ પણ ભૂલી ગયાં
કે
બચ્ચાં
રામભરોસે
વીજળીના તારે
મોટાં થઈ રહ્યા છે !

*********************
ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે માટલાને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત9/21/2008 12:11 AM

    Both are very good short prose poems.
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત9/26/2008 3:18 PM

    ઓછા શબ્દોમાં ખૂબ સુંદર અભિવ્યક્તિ. બન્ને કવિતા ગમી.

    જવાબ આપોકાઢી નાખો