શનિવાર, સપ્ટેમ્બર 06, 2008

ગઝલ - રઈશ મનીઆર

રઈશભાઈની એક સુંદર ગઝલ.....

ધૂળ તારે ઉડાડવી પડશે,
કાળને ફૂંક મારવી પડશે.

વીતશે નહીં એ આપમેળે કદી,
આ પળોને વિતાવવી પડશે.

લ્યો! ફરી સામે છીછરું જળ છે,
તોય હોડી તરાવવી પડશે.

દશ્યો કાળાં-સફેદ લાગે છે,
રંગથી આંખ આંજવી પડશે.

મોત લલચાઈ જાય તે માટે,
જીંદગીને સજાવવી પડશે.

તેજ પોતાનું માપવાને 'રઈશ'
બત્તીઓ બુઝાવવી પડશે.

4 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત9/07/2008 1:36 AM

    ખાસ રઈશ મનીઆર સ્ટાઈલની ગઝલ.....!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત9/07/2008 9:16 AM

    લ્યો! ફરી સામે છીછરું જળ છે,
    તોય હોડી તરાવવી પડશે.
    સુંદર ગઝલ.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત9/08/2008 12:53 PM

    સુંદર રચના, ગુરુજી...

    જવાબ આપોકાઢી નાખો
  4. મજેની ગઝલ
    મોત લલચાઈ જાય તે માટે,
    જીંદગીને સજાવવી પડશે.
    તેજ પોતાનું માપવાને 'રઈશ'
    બત્તીઓ બુઝાવવી પડશે.
    મજેના શેરો
    પ્રજ્ઞાજુ

    જવાબ આપોકાઢી નાખો