શનિવાર, માર્ચ 17, 2007

સંસાર છે ચાલ્યા કરે...

આજે for a change મારી ગઝલ...


ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે
ચામડી નીચે સળગતી આગ છે, સંસાર છે ચાલ્યા કરે

આપણે સાથે મળી વર્ષો લગી જેને બનાવ્યા ધારદાર,
પીઠ ઉપર એ ખંજરોનો ભાર છે, સંસાર છે ચાલ્યા કરે

સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ,પણ થાય શું?
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે

એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે

5 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત4/04/2007 3:41 AM

    સરસ અને સાવ નવો નક્કોર રદ્દીફ

    જવાબ આપોકાઢી નાખો
  2. સુંદર ગઝલ... છંદ પણ શુદ્ધ છે. એક વધારાના આવર્તનથી આખી ગઝલનો આયામ બદલાઈ જાય છે. પણ મક્તાના શેરમાં જે 'ડોર" છે તે ગુજરાતી 'દોર' છે કે પછી અંગ્રેજી 'door'?

    જવાબ આપોકાઢી નાખો
  3. આભાર વિવેકભાઈ..છેલ્લા શેરમાં છે એ ગુજરાતી 'દોર' જ છે.

    અને છંદ શુદ્ધી માટે જાહેરમાં આભાર શ્રી રઈશ મનીયારનો..

    જવાબ આપોકાઢી નાખો
  4. એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
    ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે

    its true..!...

    જવાબ આપોકાઢી નાખો
  5. superb gazal!!.Go straigh to the Heart and Brain and just mind blowing.....cant wait more to read new great creations!!!!


    Vaishali.

    જવાબ આપોકાઢી નાખો