મેં હથેળીને પછી મુઠ્ઠી કરી,
ભાગ્યરેખા એ રીતે લાંબી કરી.
ચામડીને તો કરચલી ચાલશે,
મેં વિચારોને ફરી ઇસ્ત્રી કરી.
પગ ભટકવા એટલા જીદે ચડ્યા,
મેં બધા નકશાની લો હોળી કરી.
આટલું અજવાળુ અમને બસ હતું.
આંખ પાછી કેમ તેં મોટી કરી.
પરસેવો શું હોય, સમજાવો તરત,
પાણી એ નિર્દોષ ઉઘરાણી કરી.
- From April 21 to 27, 2012. Modified on 18.01.13.
વાહ વાહ..
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સુંદર
It's good One..
જવાબ આપોકાઢી નાખોhttp://gujjusthoughts.blogspot.in/
Thank-you in advance! This is one of the best blogs Ive ever read. I was not expecting that I’d get so much out of reading your write up!
જવાબ આપોકાઢી નાખોbuy Autodesk_AutoCAD