આવવાનું હોય તો હમણાં તરત એ આવશે
ક્યાં પછી એ શક્ય છે જનમો સુધી ટટળાવશે.
છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.
માપ પડછાયાનું દિનભર લઈ સિવ્યા લાંબા-ટૂંકા,
એ બધા વસ્ત્રોને રાતે ક્યાં જઈ લટકાવશે?
તું 'બરફ પીગળે નહીં'ની માન્યતા ઘૂંટ્યા કરે,
કો'ક દિવસ એ સૂરજને ઊગતો અટકાવશે.
આંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે?
ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે?
bahut khub gunjanbhai
જવાબ આપોકાઢી નાખોkeep it up !!
સરસ
જવાબ આપોકાઢી નાખોઆંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે?
ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે?
પંક્તીઓ ગમી
pragnaju
ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
જવાબ આપોકાઢી નાખોઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે?
-અદભુત શેર થયો છે... વાહ ! વાહ દોસ્ત! વાહ... ક્યા બાત હૈ!!!
vah vah...
જવાબ આપોકાઢી નાખોaney aa to... hybrid gazal thai gai em ney..
english no samanvay kari lidho..tey...
gujan bhai me vachi mane bahuj gami. you r too good.
જવાબ આપોકાઢી નાખોmast chhe vachi ne man maru khush thai gayu.
keep it up