રાજકોટના યુવા શાયર જિગર જોષીની એક લાંબી બહેરની ગઝલ. વૃધ્ધત્વ વાત કરી રહ્યું છે, જુવાની સાથે પણ એ કલમ પાછી એક યુવાનની છે.
'ઉદાસી ઢાંકવાની', 'ધ્રુજારી હાથમાં લઈને' વગેરેના ઉપયોગથી કવિએ તાજા કલમને સુપેરે અભિવ્યક્ત કરી છે.
સમી સાંજે, ઝુકી આંખે, બગીચે બાંકડે બેસી અને એકાંત પી જાવું....તને મોડેથી સમજાશે.
સમયસર ચાલવા જાવું, ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું....તને મોડેથી સમજાશે.
અજાણી આ સફર વચ્ચે, અરીસાના નગર વચ્ચે, ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,
મળીને જાતને સામે, જરા અમથું હસી લઈને, ખુદીને છેતરી જાવું......તને મોડેથી સમજાશે.
ઘણાં વરસો પછી એવું બને, ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ,
પછી મનગમતો ત્યાંથી સાદ આવે, યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું...તને મોડેથી સમજાશે.
લઈ તિરાડ ચહેરા પર, ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખૂશ્બૂ સતત આ શ્વાસમાં લઈને,
સફેદી થઈ, અરીસે જઈ, ધરીને મૌન હોઠો પર, નજરથી કરગરી જાવું...તને મોડેથી સમજાશે.
udasi dhaknk wa ni dhruja ri hathma
જવાબ આપોકાઢી નાખોlaine ~ gazal na ek ek shabdo etla
man ne bhai gaya ke , jane aa gazal mara vishe j lakhai hoi em lage chhe. Sundar gazal.
Chandrakant.
udasi dhaknk wa ni dhruja ri hathma
જવાબ આપોકાઢી નાખોlaine ~ gazal na ek ek shabdo etla
man ne bhai gaya ke , jane aa gazal mara vishe j lakhai hoi em lage chhe. Sundar gazal.
Chandrakant.
મઝાની ગઝલ
જવાબ આપોકાઢી નાખોઘણાં વરસો પછી એવું બને, ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ,
પછી મનગમતો ત્યાંથી સાદ આવે, યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું...તને મોડેથી સમજાશે.
જણે ઘણાની અનુભવવાણી
ઇફતદા ઇતની અચ્છી હૈ
અંજામ અચ્છા હી હોગા
pragnaju