સોમવાર, માર્ચ 31, 2008

દોસ્ત પરપોટો અ-ઘર છે?

આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે?

ઘર હવાનું, બારણા ક્યાં?
દોસ્ત, પરપોટો અ-ઘર છે?

એક માણસ મા'તમા થાય,
એક ઈચ્છાની અસર છે.

છેક સુધી એ અળગા ચાલ્યા
જળને કાંઠાની કદર છે?

અડધે રસ્તે રાત થઈ ગઈ.
'પ્હોંચવુ' કેવી સફર છે?

પારદર્શક છે ભલે પણ,
કાચ કરચોથી સભર છે.

જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે?

13 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત3/31/2008 1:57 PM

    આ અવાજોનું નગર છે
    બોલ સન્નાટા, ખબર છે?

    અડધે રસ્તે રાત થઈ ગઈ
    'પ્હોંચવુ' કેવી સફર છે?

    superb .... sher !!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત3/31/2008 2:16 PM

    આ અવાજોનું નગર છે
    બોલ સન્નાટા, ખબર છે?

    સરસ શેર છે!
    બીજા શેરમાં પહોંચવું લખો તોય છંદ તુટે નહીં.
    ૩, ૪ અને પ ક્રમાંકના અશઆરમાં છંદ તુટે છે એમ મને લાગ્યું.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત3/31/2008 6:15 PM

    આ અવાજોનું નગર છે
    બોલ સન્નાટા, ખબર છે?

    અડધે રસ્તે રાત થઈ ગઈ
    'પ્હોંચવુ' કેવી સફર છે?

    જો ફરી સૂરજ ઉગ્યો છે,
    કેમ પડછાયા વગર છે?

    -આ ત્રણેય શે'ર ખૂબ માતબર થયા છે... એમાંય સફર અને સૂરજવાળો શેર તો કાબિલે-દાદ થયો છે. આ ત્રણેય શેરમાં છંદ પણ જડબેસલાક જળવાયો છે..


    હેમંતભાઈએ કહ્યું એ પ્રમાણે બાકીના ત્રણેય શેરમાં છંદ તૂટે છે... થોડી વધુ મહેનત ન કરી શકાય, દોસ્ત?

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત3/31/2008 7:07 PM

    આ અવાજોનું નગર છે
    બોલ સન્નાટા, ખબર છે?

    nice gazal !

    બારી ના બારણું, હવા રહે
    દોસ્ત, પરપોટો અ-ઘર છે?

    aa sher jara confusing laagyo...

    I agree with hemant regarding the meter.

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત3/31/2008 7:24 PM

    ગુંજન ભાઈ સરસ રચના છે. શેર નં. ૩,૪,૫માં હેમંતભાઈની વાત સાથે સંમત છું.
    સુનીલ શાહ
    http://sunilshah.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો
  6. દોસ્તો, તમારી કોમેન્ટસ માટે આભાર! તમને છંદમાં ક્યાં ક્યાં ભૂલ લાગે છે એ જણાવવા વિનંતિ.

    જવાબ આપોકાઢી નાખો
  7. અજ્ઞાત4/04/2008 5:37 PM

    ઉચ્ચારને આધાર ગણી, લઘુ-ગુરુની નિશાની મૂકીને મારી સમજણ પ્રમાણે જ્યાં છંદ તૂટતો લાગ્યો ત્યાં * ની નિશાની કરી છે.

    હું તને માની લઊં પણ,
    ગા લગા ગાગા લગા ગા
    'હું' હજીએ લઘર-વઘર છે
    ગા લગાગા લગા-લગા ગા *

    તુચ્છ કહીને અવગણ્યા કર,
    ગાલ ગાગા ગાલગા ગા
    એ સિગ્નિફિકન્ટ અધર છે
    ગા ગાલલગાલ લગા ગા *

    બારી ના બારણું, હવા રહે
    ગાલ ગા ગાલગા લગા ગા *
    દોસ્ત, પરપોટો અ-ઘર છે?
    ગાલ ગાગાગા લ-ગા ગા

    જવાબ આપોકાઢી નાખો
  8. અજ્ઞાત4/15/2008 1:40 PM

    પારદર્શક છે ભલે પણ,
    કાચ કરચોથી સભર છે.
    સરસ

    જવાબ આપોકાઢી નાખો
  9. અજ્ઞાત4/15/2008 1:41 PM

    પારદર્શક છે ભલે પણ,
    કાચ કરચોથી સભર છે.
    સરસ

    જવાબ આપોકાઢી નાખો
  10. મીત્રો, કોમેંટસ માટે આભાર. આખી ગઝલ આ કોમેંટમાં મૂકી - અને ગણત્રીનાશેરો સાથે ગઝલ ફરી પોસ્ટ કરું છું.

    આ અવાજોનું નગર છે.
    બોલ સન્નાટા, ખબર છે?

    અડધે રસ્તે રાત થઈ ગઈ
    'પ્હોંચવુ' કેવી સફર છે?

    હું તને માની લઊં પણ,
    'હું' હજીએ લઘર-વઘર છે
    (આ શેરમાં છંદ તૂટે છે એ ખબર હોવા છતા - લઘર-વઘર કાફિયાનો મોહ છોડી ન્હોતો શક્યો)

    તુચ્છ કહીને અવગણ્યા કર,
    'એ' Significant Other છે


    બારી ના બારણું, હવા રહે
    દોસ્ત, પરપોટો અ-ઘર છે?
    (બારણુંમાં અનુસ્વાર મૂક્યા વગર ઉચ્ચાર થતો હોય છે અને તો એ લઘુ થાય અને તો પછી 'રણુ' એ ગુરુ બને એમ કરીને લખ્યો હતો - પણ આ શેરને નવા રુપે જુઓ)

    જો ફરી સૂરજ ઉગ્યો છે,
    કેમ પડછાયા વગર છે?

    એક માણસ મા'તમા થાય,
    એક ઈચ્છાની અસર છે.

    પારદર્શક છે ભલે પણ,
    કાચ કરચોથી સભર છે.

    છેક સુધી એ સાથે ચાલ્યા
    કોને કાંઠાની કદર છે

    રોજ સપનામાં એ આવે
    છોકરી પારખુ નજર છે!

    જવાબ આપોકાઢી નાખો
  11. Nice poem...
    I really appriciate words tht buit the whole poem...!!!
    keep it up..!!!
    Himja

    જવાબ આપોકાઢી નાખો
  12. અજ્ઞાત5/03/2008 9:32 AM

    It's an awesome blog on Gujarati Gazal. I have bookmarked this blog so I can read gujarati gazals alternatively.
    Thanks... :)

    જવાબ આપોકાઢી નાખો
  13. bahu saras nana baher ni ghazal...

    aa sher bahu gamyo....

    ઘર હવાનું, બારણા ક્યાં?
    દોસ્ત, પરપોટો અ-ઘર છે?

    જવાબ આપોકાઢી નાખો