અને એક નવી ગઝલ....
હમણાં મળ્યો વિચાર, એ આગળ નહીં મળે,
લખવાનું જેમાં ધાર, એ કાગળ નહીં મળે.
જો શક્ય હોય, તો એને તું સામે જઈને મળ,
એ સત્ય, આઈનાની પાછળ નહિં મળે.
આવી જશે સમજ, જો પ્હોંચી જવા વિશે,
એકાદ-બેય ડગની ઉતાવળ નહીં મળે.
આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જેની Need છે, વાદળ નહીં મળે.
સૂરજ ઉગ્યાનું જોઈને ગમગીન થઈ કહ્યું,
હમણાં સુધી હતું જે,એ ઝાકળ નહીં મળે.
********* * * *********
(23 Feb, 2008)
Good Gazal
જવાબ આપોકાઢી નાખોખૂબ સુંદર ગઝલ.... બધા જ શેર કાબિલ-એ-દાદ થયા છે. પહેલા, બીજા અને ચોથા શેરનો ગહન અર્થ સ્પર્શી ગયો...
જવાબ આપોકાઢી નાખોછંદની સફાઈ નથી એ વાત જોકે ઊડીને આંખે વળગે છે... થોડી કાળજી એ બાબતમાં લઈ શકાય તો વધુ સારું કામ થઈ શકે...
gahan chintan sabhar.....
જવાબ આપોકાઢી નાખોek saras gazal !!
Matla-sher is indeed very nice...
જવાબ આપોકાઢી નાખોI like the gujalish-sher very much, but personally I think- unless all sher are gujlish, it should not go here... this is just my very personal opinion!
I got confused in the meter too... specially I noticed variation in both misara's of makta-sher!
(I am sorry I could not write gujarati right now...)
btw, all sher's are nice!
જવાબ આપોકાઢી નાખોFreinds - Thanks to draw attention to the discrepancy in meter - Made changes to bring all the shers in same meter.
જવાબ આપોકાઢી નાખોRegards
Gunjan
પ્રિય ગુંજનભાઈ,
જવાબ આપોકાઢી નાખોઆપ આ ગઝલનું છંદ-વિધાન સ્પષ્ટ કરશો? મારી દૃષ્ટિએ અગાઉ જે ભૂલો હતી એમાંની મોટાભાગની હજી બરકરાર છે... ગઝલની ગલીઓમાં આપ, હું અને અહીં મોતાભાગના નવા નિશાળિયા જ છીએ એટલે પહેલું પગલું મજબૂત નહીં મૂકીએ તો સમયના વાવાઝોડામાં ફેંકાઈ જતા વાર નહીં લાગે...
આશા છે આપ માઠું નહીં લગાડો... હું ક્યાંક ઉપયોગી બની શકું તો આનંદ થશે...
પ્રિય વિવેક, છંદ વિધાન છે -
જવાબ આપોકાઢી નાખોગાગાલગા લગાલલ ગાગાલગા લગા
ક્યાં ભૂલ લાગે છે એ જણાવવા વિનંતિ...
Waah Gunjanbhai...
જવાબ આપોકાઢી નાખોI dont know much about the meter, but all the sher are really very nice and touchy.
Indeed a very nice gazal..!!
congrats gunjanbhai..nice gazal..enjoyed..
જવાબ આપોકાઢી નાખોnilam doshi
http://paramujas.wordpress.com
sundar ane man-bhavak gazal.
જવાબ આપોકાઢી નાખોશેર તો બધા બહુ જ સરસ છે. એક બેનો અર્થ સમજવા, બહુ ચીંતન કરવું પડશે.
જવાબ આપોકાઢી નાખોએક સુચન .....
આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જેની Need છે, વાદળ નહીં મળે.
આની જગ્યાએ આમ લખો તો બીનજરુરી અંગ્રેજી ટાળી શકાય.
આપે ભલે ને ભેટમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જોઈએ છે, વાદળ નહીં મળે.
------
આમ ટીકા કરીને મારું અજ્ઞાન પ્રદર્શીત કરવાની ધ્રુષ્ઠતા માટે માફ કરશો ને?
tame chhand nu dhyan rakhine aatlu sundar lakhi shako chhe a khub vaat chhe...
જવાબ આપોકાઢી નાખોghazal na tamam sher khub gamya...tamne pehli vaar vanchya no ghano aanand malyo...